

હર્મેશ સુખડિયા, અમદાવાદ: શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડ મામલે તપાસ અધિકારીએ ટ્રસ્ટી ભરત મહંતની ધરપકડ કરી છે. અગ્નિકાંડ કઈ બેદરકારી ના કારણે સર્જાયો તેને લઈ ને પોલીસ વિભાગે આરોગ્ય વિભાગ ને તપાસ અર્થે સવાલો પૂછ્યા છે. જોકે આખી ઘટનામાં આ હોસ્પિટલ માં ખામી હોવા છતાંય તેને કોવિડ હોસ્પિટલ તરીકે ફાળવી દેનાર એ.એમ.સી અને ફાયરબ્રિગેડનો વાંક ન હોવાનું કહીને પોલીસ રીતસરનો બચાવ કરી રહી છે.


થોડા દિવસો અગાઉ અમદાવાદ ના નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર મા આવેલ શ્રેય હોસ્પીટલ મા મધરાત્રી એ icu વોર્ડ મા આગની ઘટના ઘટી હતી. જેમાં કોરોના ની સારવાર લઈ રહેલ 8 દર્દી ના દુઃખદ મોત થયા હતા. ત્યારે આ મોત નું મુખ્ય જવાબદાર કોણ છે તેને લઈ ને નવરંગપુરા પોલીસે હોસ્પિટલ ના માત્ર એક જ ટ્રસ્ટી સામે બેદરકારી નો ગુનો દાખલ કરી સંતોષ માની લઈ ને વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે ટ્રસ્ટી ભરત મહંત ની ધરપકડ કરી ને રિમાન્ડ મેળવા ની તજવીજ હાથ ધરી છે.


ત્યારે તપાસ અધિકારી એસીપી મુકેશ પટેલએ બેદરકારી નક્કી કરવા માટે આરોગ્ય વિભાગ ને તપાસ ના કામે મુખ્ય સવાલો કર્યા છે અને જેની વિગતો મંગાવી છે. જેમાં ICCU મા દર્દી, મેડીકલ સ્ટાફ - પેરામેડીકલ સ્ટાફ કેટલો હોવો જોઈએ...Iccu મા દર્દીઓના સ્થળાંતર માટે sop છે કે કેમ, Iccu ની વ્યવસ્થા અને તૈયારી અંગે જવાબ માંગ્યો છે.Iccu મા એક બેડ માટે ઓછામાં ઓછું કેટલુ ક્ષેત્રફળ હોવુ જોઈએ, icu મા બહાર નીકળવા ના દરવાજા કેટલા હોવા જોઈએ, વેન્ટિલેશ કેવા પ્રકારનાનું હોવું જોઇએ,.ફાયર સેફટી કેવી અને કેટલા પ્રમાણ મા હોવી જોઈએ.ઈમરજન્સી ના સમય મા દર્દી ની હેરફેર કરવા માટે શું સગવડ હોવી જોઈએ આ પ્રકારના પ્રશ્નો પૂછયા છે.


ત્યારે આખરે સવાલ એ થઈ રહ્યો છે આઠ લોકો ના મોત નો જવાબદાર શુ માત્ર એક હોસ્પીટલ ના ટ્રસ્ટી ભરત મહંત જ છે કે અન્ય કોઈ પણ ખરું ? પોલીસ આ સવાલ પર કહે છે કે તપાસમાં જે પણ કોઈ જવાબદાર હશે તેને બક્સવામાં નહિ આવે. જોકે પહેલેથી પોલીસે શંકાસ્પદ કામગીરી કરીને એ.એમ.સી અને ફાયરબ્રિગેડનો બચાવ કર્યો છે. ત્યારે આગામી દિવસોમાં ભરત ની પૂછપરછ માં નવી હકીકતો પણ સામે આવી શકે છે.


નોંધનીય છે કે, ભરત મહંત 1997માં પોરબંદરની કુતિયાણા બેઠકથી ચૂંટણી લડ્યા હતા. કરસન ઓડેદરાની સામે ભરત મહંત કોંગ્રેસ તરફથી લડ્યા હતા. ગત લોકસભા ચૂંટણી વખતે ભરત મહંત ભાજપમાં જોડાયા હતા. આ ઉપરાંત શ્રેય હૉસ્પિટલનાં ટ્રસ્ટીઓની વાત કરીએ તો, ભાજપના ભરત મહંત, ડોક્ટર કિર્તીપાલ વિસાણા, ડોક્ટર ભાર્ગવ મહારાજા, સુપ્રાટેક લેબના સંદીપ શાહ, ડોક્ટર તરંગ પટેલ, મહેશ ઓડેદરા છે.