

સંજય જોશી, અમદાવાદ : અમદાવાદીઓ આફતને અવસરમાં બદલવા માટે હંમેશા જાણીતા છે. હાલ કોરોનાની મહામારી વચ્ચે અનેક ખાણી પીણીનાં ધંધા પડી ભાંગ્યા છે. ત્યારે અમદાવાદ મણીનગરના બે મિત્રોએ કોરોનાની મહામારી વચ્ચે લોકોની ઇમ્યુનિટી વધે તે વધુને વધુ બુસ્ટ થાય અને લોકો શેકની મજા પણ માણી શકે તેવી એક અનોખી આયુર્વેદિક immunity booster પ્રોડક્ટ બનાવી છે તો લોકો પણ તેમને ત્યાં immunity booster થીક શેકની મજા માણવા ક્રેજી બન્યા છે.


પરંપરાગત રીતે થીક શેકની મજા લોકો માણતા આવ્યા છે પરંતુ, આ વખતે આખા ઉનાળાની સિઝનમાં પણ લોકોએ ઠંડી વસ્તુઓ ખાવાનું ટાળ્યું હતું. ત્યારે હજુ પણ લોકો ઠંડી વસ્તુઓથી બને ત્યાં સુધી પરહેજ કરતા જોવા મળે છે તો સાથે સાથે આયુર્વેદિક ઉકાળા પીવાનું ચલણ પણ વધ્યું છે, અને તેમાંથી જ શીખ લઈને અમદાવાદ આ બંને મિત્રો અભિજીત પ્રિયદર્શી અને કિરણ પરીખે immunity booster આયુર્વેદિક થીક શેક બનાવ્યો છે. જેનું હાલ લોકોમાં ઘેલુ લાગ્યું છે.


આ શેકની અંદર તુલસી, ફૂદીનો, લવિંગ, ઇલાયચી, હળદર સહિતની આયુર્વેદિક વસ્તુઓ નાંખવામાં આવે છે, ઉપરાંત પરંપરાગત ડ્રાયફ્રુટ્સનો પણ તેમાં તેઓ ઉપયોગ કરી રહ્યા છે.


વધુમાં તેઓ જણાવે છે કે, આયુર્વેદિક ઉકાળા અમે પણ ઘરમાં પીવાની શરૂઆત કરી હતી અને તેમાંથી જ પ્રેરણા લઈને આયુર્વેદિક થીક શેક અમે બનાવ્યો. શેકનો ટેસ્ટ પણ જળવાઈ રહે અને લોકોની immunity boost થાય તે રીતે આ તમામ આયુર્વેદિક વસ્તુઓ તેમાં નાખી અને આ શેક અમે લોન્ચ કર્યો છે.