Home » photogallery » madhya-gujarat » શાબાશ અમદાવાદ: AMTS સ્ટોપ પર ઇન્ચાર્જની નિમણૂક થતાં લોકો નિયમ પાલન કરવા લાગ્યા

શાબાશ અમદાવાદ: AMTS સ્ટોપ પર ઇન્ચાર્જની નિમણૂક થતાં લોકો નિયમ પાલન કરવા લાગ્યા

અમદાવાદમાં કોરોના ધીમી ધીમે ફરીથી માથું ઊંચકી રહ્યો છે ત્યારે એએમટીએસ ટર્મિનલ ખાતે લોકો નિયમ પાલન ન કરતા હોવાનું ધ્યાને આવ્યું છે.

विज्ञापन

  • 16

    શાબાશ અમદાવાદ: AMTS સ્ટોપ પર ઇન્ચાર્જની નિમણૂક થતાં લોકો નિયમ પાલન કરવા લાગ્યા

    વિભુ પટેલ, અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા માટે ચાની કિટલીઓ બંધ કરાવી છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત AMTS (Ahmedabad Municipal Transport Service) બસ સેવાના બસ સ્ટોપ પર જ નિયમોનું પાલન નથી થતું. આ અંગેનો અહેવાલ ન્યૂઝ 18 ગુજરાતીએ પ્રસારિત કર્યો હતો. જેમાં જોવા મળ્યું હતું કે લોકો બસોમાં બેસવા માટે પડાપાડી કરી રહ્યા હતા. બસ સ્ટોપ અને બસની અંદર લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing)નું પણ પાલન કરતા ન હતા. અહેવાલ બાદ AMTS તરફથી બસ ટર્મિનલ 10 જેટલા ઇન્ચાર્જ નિમવામાં આવ્યા છે. આ લોકોની જવાબદારી રહેશે કે બસ ટર્મિનલ પર આવતા લોકોએ માસ્ક (Mask) પહેર્યું છે કે નહીં, લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે છે કે નહીં તે વાતનું ધ્યાન રાખે. આ ઉપરાંત ગાઇડલાઇન કરતા વધારે લોકો બસમાં ન બેસે તેમજ લોકો બસમાં બેસવા માટે પડાપડી ન કરે.

    MORE
    GALLERIES

  • 26

    શાબાશ અમદાવાદ: AMTS સ્ટોપ પર ઇન્ચાર્જની નિમણૂક થતાં લોકો નિયમ પાલન કરવા લાગ્યા

    લાલ દરવાજા ટર્મિનલ ઇન્ચાર્જ ભરતભાઇ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે, AMTS બસ સ્ટોપ પર આવતા પ્રવાસીઓ માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખે. આ ઉપરાંત કર્મચારીઓ જ્યારે સૂચના આપે ત્યારે તેમને પણ સહકાર આપે તે માટે પ્રવાસીઓ તરફથી સહકાર ખૂબ જરૂરી છે.

    MORE
    GALLERIES

  • 36

    શાબાશ અમદાવાદ: AMTS સ્ટોપ પર ઇન્ચાર્જની નિમણૂક થતાં લોકો નિયમ પાલન કરવા લાગ્યા

    ટર્નિમલ માટે ઇન્ચાર્જ નિમવામાં આવ્યા બાદ શુક્રવારથી AMTS ટર્મિનલ ખાતે પ્રવાસીઓને લાઈનમાં ઊભા રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત બસમાં પણ જરૂર કરતા વધારે પ્રવાસીઓને બેસવા દેવામાં આવતા ન હતા. આ ઉપરાંત પ્રવાસીઓને તેમના હાથ સેનિટાઇઝ કરવાની પણ સૂચના આપવામાં આવી હતી.

    MORE
    GALLERIES

  • 46

    શાબાશ અમદાવાદ: AMTS સ્ટોપ પર ઇન્ચાર્જની નિમણૂક થતાં લોકો નિયમ પાલન કરવા લાગ્યા

    ઉલ્લેકનીય છે કે અનલોક અંતર્ગત લોકોને છૂટછાટ મળતા તેઓ ઘરની બહાર નીકળી રહ્યા છે. પરંતુ લોકો બહાર નીકળતી વખતે બેદરકારી દાખવે છે અને કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરતા નથી. આ કારણે જ કોરોનાનું સંક્રમણ અમદાવાદ શહેરમાં ફરી વધી રહ્યું છે. આથી આગામી દિવસોમાં તંત્ર તરફથી હવે નિયમભંગ કરતા લોકો વિરુદ્ધ કડક હાથે કામ લેવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 56

    શાબાશ અમદાવાદ: AMTS સ્ટોપ પર ઇન્ચાર્જની નિમણૂક થતાં લોકો નિયમ પાલન કરવા લાગ્યા

    બીજી તરફ વડાપ્રધાન મોદીએ પણ એક ટ્વીટ કરીને લોકોને વિનંતી કરી છે કે જો તેઓ તેમને જન્મ દિવસની કોઈ ભેટ આપવા માંગે છે તો એ ભેટ એ હશે કે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે અને જાહેરમાં માસ્ક પહેરીને રાખે. એટલું જ નહીં લોકો બીજાને પણ આવું કરવાની અપીલ કરે.

    MORE
    GALLERIES

  • 66

    શાબાશ અમદાવાદ: AMTS સ્ટોપ પર ઇન્ચાર્જની નિમણૂક થતાં લોકો નિયમ પાલન કરવા લાગ્યા

    ઉલ્લેખનીય છે કે કોરોનાનું સંક્રમણ વધી રહ્યા બાદ અમદાવાદ ખાતે તંત્ર તરફથી ચાની કિટલીએ બંધ કરાવવામાં આવી રહી છે. જે બાદમાં શુક્રવારે પાનના ગલ્લા પણ બંધ કરાવવામાં આવી રહ્યા છે. તંત્ર તરફથી ચાની કિટલી, પાનના ગલ્લા અને નાના ધંધાદારીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ તેમના દુકાનની આસપાસ લોકોને એકઠા ન થવા દે. જે આવું નિયમ ભંગ થશે તો એકમ સીલ કરી દેવાની કાર્યવાહી પણ કરશે.

    MORE
    GALLERIES