અનામત અને બિન અનામત આંદોલન વચ્ચે કોંગ્રેસ (congress) ધરણા અને રેલી પ્રદર્શનનું આયોજન કર્યું હતુ. સંવિધાન બચાવોના નારા સાથે સાંરગપુર ખાતે કાર્યક્રમ કાર્યક્રમ યોજનામાં આવ્યો હતો. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, પ્રભારી અને વિપક્ષ નેતા સહિત નેતાઓ હાજર રહ્યા હતા. સાંરગપુર સર્કલથી કલેક્ટર ઓફિસ સુધી વિશાળ રેલી નિકળી હતી. સાંરગપુર સર્કલ, કાલુપુર રોડ, પ્રેમ દરવાજા પોલીસ ચોકી, વિનોદ ચેમ્બર્સ, પી જી ટાવર, નમસ્તે સર્કલ, રિલાયન્સ માર્કેટ, સી પી ઓફિસ, સુભાષ બ્રિજથી કલેક્ટર ઓફિસ બાઇક રેલીનું (bike rally) આયોજન કરાયું હતું. (પ્રણવ પટેલ, અમદાવાદ)
કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઈ વંશના ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતુ કે અનામત અને બિનઅનામત વર્ગને સરકાર લડાવવા ઇચ્છે છે. સરકાર આયોજનપૂર્વક વર્ગવિગ્રહ કરાવવા આગળ વધી રહી છે. લોકોએ સરકારની આ નિતિ સમજવી જોઈએ. કોંગ્રેસ નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી તુષાર ચૌધરનીનુ મોટું નિવેદન આપતા કહ્યું હતુ કે જરૂર લાગશે તો મોદીના કાર્યક્રમ મોટેથી સ્ટેડિયમ નો ઘેરવા કરાશે ..અને વિધાનસભા ઘેરવા તો કરી શકાય પણ મોટેરા સ્ટેડિયમ ઘેરાવ કરાશે. વિધાનસભા ઉપ નેતા અને દાણીલીમડા ધારાસભ્ય શૈલેષ પરમારે પોતાના સંબોધનમાં કહ્યું હતુ કે જો અનામત કોઇ પણ પ્રકારનો ફેરફાર કરાશે તો ભાજપની ખુરશીના પાયા હલાવી નાંખીશું .. આંદોલન કરનાર લોકોને ગેર માર્ગે દોરે છે. ૨૦૧૮ નો પરિપત્ર કેમ રદ કરતા નથી. ૩૭૦ કલમ દુર કરતા હોય તો કેન પરિપત્ર રદ નથી કરતા . એલ આર ડી મુદ્દે આંદોલન હજુ ચાલશે.
કોંગ્રેસ નેતા અને પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીનું નિવેદન આપતા કહ્યું હતુ કે ભાજપ કહે છે કે પ્રમોશનમાં અનામત મૂળભૂત અધિકાર નથી. અંગ્રેજોના પીઠ્ઠુઓ મનુવાદી વ્યવસ્થા ઉભી કરવા માંગે છે. ભાજપ અનામત વિરોધી પાર્ટી છે. ભાજપ માને છે કે જેટલા ભાગલા પડશે એમ રાજ કરવું સરળ બનશે. વિપક્ષ નેતા પરેશ ધાનાણી નારો આપ્યો હતો કે ભારત બચાવો, ભાજપ ભગાવો અને અનામત બચાવો. ભાજપના રાજમાં આજે સંવિધાન ખતરામાં છે.
પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવનું નિવેદન આપતા કહ્યું હતુ કે અનામત ખતમ કરવાનો સ્વિકાર ભાજપે સંસદમાં કર્યું છે . ગુજરાત આંદોલનની ભુમિ છે . દેશનેહમેશાં ગુજરાતમા મોટો મેસેજ આપ્યો છે .. ટ્રમ્પ આવે છે બધા લોકો સ્વાગત કરશે . પરંતુ કોંગ્રેસ કેટલાક ધારાસભ્ય કહે છે અમારા વિસ્તારમાં આવવા જોઇએ. જેથી રસ્તાઓના કામ ઝડપથી થાય . સંવિધાન બચાવો આંદોલન ગુજરાતથી શરૂઆત કરાયું છે . જે આગામી સમયા સમગ્ર દેશમાં લઇ જવાશે.
કોંગ્રેસ નેતા અર્જૂનભાઇ મોઢવાડિયાનુ નિવેદન આપતા કહ્યું હતુ કે ટ્રમ્પ અને મોદી એક બીજાના વખાણ કરે છે કારણ કે બન્ને નેતાઓને રાજનીતિ કરવી છે . ગરીબીને ઢાંકવા માટે દિવાલ બનાવી પડે છે . ટ્રમ્પને આંખે પાટ્ટા બાંધી લાવ્યા હોત તો કદાચ આટલો ખર્ચે ન કરવો પડે. અર્જૂન મોઢવાડિયા કહ્યું હવે સમય આવી ગયો છે કે કાર્યકર્તા રસ્તા પર આવે અને આંદોલન કરે . ૨૦૧૫ મા પાટીદર આંદોલન થયું અને જીએમડીસી ઘટના બાદ આનંદીબહેન પટેલ ખુરશી ગઇ હતી. હવે રૂપાણીની ખુરશી જવાની તૈયારી છે..તમારી ગાદી જાય તે પહેલા ચેતી જાવ રૂપાણી કહ્યું હતુ.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતુ કે કોંગ્રેસ પક્ષ હમેશાં માટે અન્યાય થયો તે વર્ગની સાથે છે. આર એસ એસ અને ભાજપની મનુવાદી નિતીના કારણે અનામત રદ કરાઇ છે. અનામત કાર્યક્રમ હવે ગામડાઓ સુધી લઇ જવાશે. આંદોલન કોઇ વર્ગ વિગ્રહ કરવાનું નથી . કોંગ્રેસ અનામતની રક્ષા કરવાનું આ આંદેલન કરશે .ભાજપનુ અનામત દુર કરવાનું ષંડયત્ર નહી સફળ થવા દઇએ. વધુમાં ચાવડાએ કહ્યું હતુ કે અનામત મુદ્દે સરકાર પોતાની વલણ સ્પષ્ટ નહી કરે તો વિરોધ કરાશે .૨૪ તારીખે મોટેરા ખાતે મોદીને કોંગ્રસ મળવાનો સમય માંગશે . અને જરૂર લાગશે તો મોટેરાનો ઘેરાવ કોંગ્રેસ પક્ષ કરશે.