પ્રણવ પટેલ, અમદાવાદ: શહેરમાં (Ahmedabad) કચરાની દુર્ગંધ ભુતકાળ બની જશે અને ત્યાંથી સારા પ્રમાણમાં ઓક્સિન મળી રહે તે માટે અમદાવાદ મહાનગર પાલિકા (AMC) પિરાણા ડમ્પીગ સાઇટ (pirana Dumping site) પર જાપાની મિયાવાકા પદ્ધતિથી ઓક્સિન પાર્ક તૈયાર કરી રહી છે. અમદાવાદના નારોલ હાઇ વેથી પસાર થતા વિશાળ કચરા (Oxygen Park)ના પહાડો દ્રશ્ય માન થાય છે . ચારેય તરફ કચરાની કિમી સુધી દુગર્ઘ આવે છે. પરંતુ અમદાવાદ મહાનગર પાલિકા આ દુર્ગંધને ઓક્સિજનની પરિવર્તિત કરવા પ્રોજેકટ હાથ ધર્યો છે . અમદાવાદ ૫૦ વર્ષ જૂના પિરાણા ડમ્પિંગ સાઇટ પર કચરાનું બાયોમાઇનિગ કરી ૨૪ એકર જમીન ખુલી કરી છે . એએમસી અહીં જાપાની પદ્ધતિથી ટ્રી પ્લાન્ટેશન કરી ઓક્સિન પાર્ક ઉભો કરશે .
એએસમી સોલિડ વેસ્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદરાય સોલંકી જણાવ્યુ હતુ કે, અમદાવાદ પિરાણા કચરા ડમ્પીગ સાઇટ મહાનગર પાલિકા માટે એક સૌથી મોટા ચેલેન્જ બન્યો છે . ત્યારે ૮૫ એકરમાં ફેલાયેલ સવા લાખ મેટ્રીક ટન કચરાના નિકાલ માટે બાયોમાઇનિગ પદ્ધતિથી કચરાનો નિકાલ થઇ રહ્યો છે. પિરાણા ડમ્પીગ સાઇટ પર સવા લાખ મેટ્રીક ટન કચરો એકત્ર થયો છે. છેલ્લા ૪૦થી ૫૦ વર્ષથી અમદાવાદ શહેરનો કચરો ઠલવાય છે. હાલ એએમસી સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ૨૫ એકર જમીન ખુલી કરાઇ છે . સવા લાખ મેટ્રીક ટનમાંથી ૪૮ મેટ્રીક ટન કચરાનો નિકાલ કરાયો છે . દૈનિક ૧૫ હજાર મેટ્રીક ટન કચરાનો બાયોમાઇનિગ પદ્ધતિ નિકાલ થઇ રહ્યો છે . ઓક્સિજન પાર્ક માટે પ્રથમ તબક્કામાં ૧૦૦૦ ટ્રી પ્લાન્ટ કરાશે .
એએમસી ગાર્ડન વિભાગ ડાયરેક્ટર જીગ્નેશભાઇ પટેલ જણાવ્યુ હતું કે પિરાણા ડમ્પીગ સાઇટ જે કચરા માટે જાણી તું બન્યું હતુ હવે કદાચ ઓક્સિજન પાર્ક માટે ભવિષ્યના જાણીતું બંને તો નવાઇ નહી . સોલિડ વેસ્ટ અને ગાર્ડન વિભાગ સંયુક્ત ઉપક્રમે હાલ ૪૦૦ અલગ અલગ ઓક્સિજન આપતા ટ્રી પ્લાન્ટ કરાયા છે . એક અંદાજ મુજબ ૧૦૦૦ પ્લાન્ટ હાલ લગાવાશે અને ભવિષ્યમાં વધુ પણ જમીન ખાલી થશે ત્યા લગાવાશે.
અમદાવાદ શહેરના પિરાણા ડમ્પીગ સાઇટ આજે દૈનિક ૪ હજાર મેટ્રીક ટન કચરાની આવક થાય છે .હજુ પણ લાખો મેટ્રિક ટન કચરો એકત્ર થયો છે. જેના નિકાલ માટે ૫૦ મશિન કાર્યરત છે . કચરાના બાયોમાઇનિગ બાદ ત્યાં ખુલી પડેલ હજારો કરોડની જમીન પર ઓક્સિજન પાર્ક બનાવી અમદાવાદમાં સ્વસ્થ હવા જશે જેનો સીધો લાભ હજારો પરિવારોને થશે . એએમસી આ પ્રોજેકટના વખાણ ખુદ એનજી ટીમ પણ કરી મહાનગર પાલિકાના કામગીરી અન્ય શહેરમા અમલ કરવા ભલામણ કરી છે .