હર્મેશ સુખડિયા, અમદાવાદ : અમદાવાદ: એસઓજી ક્રાઈમ બ્રાન્ચે (SOG Ahmedabad) શહેરના શહેરકોટડા વિસ્તાર માંથી 70 કિલો 400 ગ્રામ (70 KGs Marijuana Caught) ગાંજાના જથ્થા સાથે બે વ્યક્તિઓની (2 arrested) ધરપકડ કરી છે. આરોપી મોહમંદ શેહજાદ મોહમંદ રશીદ અંસારી તથા રામ પ્રકાશ ખટીક નામના બને વ્યક્તિઓની શહેરકોટડામાં રીક્ષામાં ગાંજાની હેરાફેરી કરતા ધરપકડ કરી હતી. આરોપીઓ ગુડ્સ ટ્રેઇન મારફતે આ ગાંજો મંગાવતા હોવાનું સામે આવ્યું છે.
એસઓજી ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે ગુડ્સ ટ્રેઇનમાં કેટલાક લોકો ગાંજાનો જથ્થો મંગાવી આ માલ પોતાના ઘરે લઇ જવાના છે અને બાદમાં છૂટક વેચાણ કરવાના છે. જેથી પોલીસે વોચ ગોઠવી મોહમંદ શેહજાદ મોહમંદ રશીદ અંસારી તથા રામ પ્રકાશ ખટીકની 70 કિલો ગાંજો અને રીક્ષા સહિત સાતેક લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. આરોપીઓએ એવી કેફિયત વર્ણવી છે કે ઓરિસ્સાથી સુરેન્દ્ર નામના એક શખ્શે તેમને ગાંજાનો જથ્થો મોકલી આપ્યો હતો અને શહેરમાં અલગ અલગ લોકોને આ ગાંજાનો જથ્થો સપ્લાય કરવાનું કહેવામાં આવ્યું હતું.
છેલ્લા કેટલાક સમયથી ગાંજાના દુષણને નાથવા માટે થઈને કાયદાની અંદર જોગવાઈઓ કડક કરવામાં આવી છે. તેના પગલે પોલીસ વિભાગ પણ નારકોટીક્સના ગુના દાખલ કરવા માટેની કવાયત હાથ ધરી છે. ત્યારે આવા સંજોગો માં અત્યાર સુધીમાં ગુજરાતમાં ગાંજો અત્યાર સુધી ગાંજાની હેરાફેરી માટે પંજાબ અને હરિયાણા બોર્ડરો પરથી ગાંજો લાવામાં આવતો હતો. પરંતુ હવે સાઉથ સાઈડના રાજ્યોની બોર્ડર માંથી ગુજરાતમાં ગાંજો પ્રવેશવામાં આવી રહ્યો છે.
ત્યારે હાલ પકડેલા બંને આરોપીઓની એસઓજી ક્રાઈમ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે આ સાથે હેન્ડલર સુરેન્દ્ર ઉર્ફે ઓરિસ્સાની શોધખોળ પણ પોલીસે હાથ ધરી હોવાનું એસઓજી ડીસીપી મુકેશ પટેલ એ જણાવ્યું છે. આરોપીઓ આ જથ્થો ગુડ્સ ટ્રેઇન મારફતે લાવતા અને શહેરના કાલુપુર રેલવે સ્ટેશનથી પાર્સલ લઈને શહેરકોટડા જતા રહેતા હતાં. બાદમાં અલગ અલગ છૂટક પડીકીઓ બનાવી અનેક વિસ્તારોમાં વેંચતા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ છ માસથી આ રેકેટ ચલાવતા અને પહેલી વાર પોલીસ ગિરફતમાં આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.