Change Language
1/ 3


ઋત્વીજ સોની, અમદાવાદ : કોરોના વાયરસ સામે જંગ લડવા માટે સમગ્ર દેશ એક થયો છે. અનેક સેલિબ્રિટી, નેતા અને સામાન્ય નાગરિકો પણ હવે આ જંગમાં લડવા માટે આર્થિક મદદ કરી રહ્યા છે. જોકે, બોપલ વિસ્તારમાં રહેતા 6 વર્ષના શ્રેયાસના વિચારો જાણી તમે પણ ચોક્કસ ખુશ થશો.
2/ 3


શ્રેયાસ અને તેના પિતા આજે સવારે ન્યૂઝ 18 ગુજરાતી ચેનલ જોઈ રહ્યા હતા. ત્યારે બંનેએ જોયું કે કોરોના વાયરસના સંક્રમણ સામે લડવા માટે લોકો પ્રધાનમંત્રી રાહત ફંડમાં આર્થિક મદદ કરી રહ્યા છે. આ સમયે શ્રેયાસને એક વિચાર આવ્યો, આ વિચાર તેણે તેના પિતાને કહ્યો હતો. આ વિચાર એ છે કે શ્રેયાસ છેલ્લા એક વર્ષથી તેના માતાપિતા કે સબંધીઓ તરફથી આપેલા રૂપિયા એક ગલ્લામાં જમા કરતો હતો. આ રૂપિયા તે પ્રધાન મંત્રી રાહત ફંડમાં આપવા માંગે છે.