વિભુ પટેલ, અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અમદાવાદનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે. એરપોર્ટના ખાનગીકરણ થયા બાદ કેટલાક ફેરફારો પણ જોવા મળશે. જેમાં એરપોર્ટ (Airport) પર પાર્કિંગ (Parking) મહત્ત્વનો પ્રશ્ન છે. અહીં ટ્રાફિક ન થાય તે ખૂબ જરૂરી છે, પરંતુ આ બહાના હેઠળ મનસ્વી રીતે પાર્કિંગ ચાર્જ (Parking charge)રાખવામાં આવે છે. એરપોર્ટ જ્યારે એરપોર્ટ ઑથોરિટી (Airport Authority of India) પાસે હતું ત્યારે પણ ખાનગી કંપનીઓને પાર્કિંગનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવતો હતો. હાલ એરપોર્ટનું મેનેજમેન્ટ અદાણી જૂથ (Adani group) પાસે છે. ખાનગીકરણ બાદ અમદાવાદ એરપોર્ટના પાર્કિંગ ચાર્જમાં વધારો કરાયો છે, આ ભાવ વધારો પહેલી એપ્રિલથી અમલી બનશે.
પહેલી એપ્રિલથી નવા ભાવ અમલી બનશે જેમાં 30 મિનિટ સુધી બસ પાર્ક કરવાના કરવાના 500 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. બે કલાક સુધી પાર્ક કરવા માટે 800 રૂપિયા અને 24 કલાક પાર્ક કરવા માટે 3 હજાર રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. મિની બસ માટે 30 મિનિટના 300 રૂપિયા, બે કલાકના 500 રૂપિયા અને 24 કલાક પાર્ક કરવા માટે 1,875 જેટલો ચાર્જ ચૂકવવો પડશે. પ્રાઇવેટ કારના 30 મિનિટ માટે 90 રૂપિયા, બે કલાકના 150 રૂપિયા અને 24 કલાક પાર્ક કરવા માટે 190 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. (તસવીર: પાર્કિંગ ચાર્જ પહેલા અને પછી)
કાર્ગો માટે આવતા વાહનો માટે પણ પાર્કિંગના નવા ભાવ અમલી બનશે. ચાર કલાક ઓટો પાર્કિંગ કરવામાં માટે 150 રૂપિયા અને 24 કલાક માટે 1સ150 રૂપિયા ચૂકવવા પડ શે. ટ્રક ચાર કલાક પાર્ક કરવા માટે 200 રૂપિયા અને 24 કલાક પાર્ક કરવા માટે 1,200 ચૂકવવા પડશે. ટુ-વ્હીલર પાર્ક કરવા માટે 4 કલાકના 100 રૂપિયા જ્યારે 24 કલાક પાર્ક કરવા માટે 600 રૂપિયા ચાર્જ લેવામાં આવશે.