

નવીન ઝા, અમદાવાદ : જો આપને ક્રેડિટ કાર્ડ (credit Card) બંધ કરાવવાનુંહોય તો ક્રેડિટકાર્ડના કામ માટે આવતા એજન્ટને ઓટીપી કે પાસવર્ડ આપતા ચેતજો. નહીં તો, એકાઉન્ટ થઈ જશે સાફ અને બની જશો મોટા દેવાદાર. આવા જ એક આરોપીની અમદાવાદ રૂરલ સાઇબર ક્રાઇમે (Ahmedabad Rural Cyber crime) ધરપકડ કરી પાંચે ગુનાનો ભેદ ઉકેલ્યો છે.પોલીસ ગિરફત માં આવેલો આરોપી મિલનચોકસી.અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતો મિલન ચોકસી ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો પરંતુ કોરોના કાળમાં નોકરીમાંથી હાથ ગુમાવી બેઠેલા મિલન ચોકસી એ લોકોને છેતરવાનું શરૂ કરી દીધું.


જે ગ્રાહકોને મિલન ક્રેડિટ કાર્ડ વેચાતો હતો તેઓને વપરાશ ન હોવાથી બંધ કરાવવા માટેની જાણ કરતા જ મિલન ને પોતાની અલગ જ મોડેસ ઓપરેન્ડીથી છેતરપિંડી કરવાનું શરૂ કરી દીધું. આરોપી મિલન ની પૂછપરછમાં સામે આવ્યું કે પોતે જે સિટી બેન્કના ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેંટમાં નોકરી કરતો હતો અને જે લોકોને ક્રેડિટ કાર્ડ આપ્યા હતા. પ્રતિકાત્મક તસવીર


તેમનો ઉપયોગ ન હોવાથી એજન્ટ તરીકે બંધ કરાવવા માટે મિલન ને ફોન આવતા જેથી મિલન ગ્રાહક ના ઘરે જઈ ક્રેડિટ કાર્ડ બંધ કરાવવા માટેની ઓનલાઇન પ્રોસેસ કરવી પડશે છે તેવું કહીને મોબાઇલ અને ઇ-મેલ આઇડી ચેન્જ કરી નાખતો. જેથી તમામ હકીકત અને અપડેટ ની જાણ પોતાને થાય અને આ જ મોડેસ ઓપરેન્ડીથી એક પછી એક પાંચેક ગ્રાહકોને તેને ભોગ બનાવ્યા હતા. પ્રતિકાત્મક તસવીર


આરોપીએઆ તમામ રૂપિયા પોતાના અંગત ઉપયોગ માટે વાપરતો અને ફરિયાદીને પોતાના ઘરે જ્યારે ક્રેડિટકાર્ડ ના લાખો રૂપિયા ભરવા માટે બિલ આવ્યા ત્યારે પોલીસનો સંપર્ક કરવામાં આવતા તમામ કૌભાંડનો પર્દાફાશ થયો પ્રતીકાત્મક તસવીર