

હર્મેશ સુખડીયા, અમદાવાદ : મોબાઈલ (Mobile)નો સદઉપયોગ અને તેમાંય ખાસ સોશ્યલ મીડિયાનો (Social Media) સદઉપયોગ કેવી રીતે કરવો તે અમદાવાદ(Ahmedabad)ની એક વિદ્યાર્થીની(Student) પાસેથી શીખવા જેવું છે. લોકડાઉન દરમિયાન પિતાના ફોનમાંથી યુટ્યુબ(Youtube) પરથી ડિસઇન્ફેકટ મશીન બનાવી કાઢ્યું. મોબાઈલ ગેમ અને સોશ્યલ મીડિયાથી દૂર રહી 13 વર્ષની વિદ્યાર્થીનીએ એવો કમાલ કરી બતાવ્યો કે પુંઠા પર રફ વર્ક કરી યુવીસી લાઇટ્સથી સજ્જ આ મશીન બનાવ્યું જે તમામ વસ્તુઓ ડિસઇન્ફેકટ કરે છે.


સામાન્ય રીતે આજકાલના બાળકો મોબાઈલનો ઉપયોગ ગેમ રમવા કે સોશિયલ મીડિયા માટે કરતા હોય છે. પણ લોકડાઉનમાં મોબાઈલનો સદુપયોગ એક વિદ્યાર્થીનીએ કરી બતાવ્યો છે. ધો. 9માં ભણતી 13 વર્ષીય નિષ્ઠા શાહ તેના ઘરમાં આવતી વસ્તુઓ સેનિતાઈઝ કેવી રીતે કરી શકાય તે માટે તે યુટ્યુબ પર અલગ અલગ રિતના વિડીયો જોતી હતી. તેમાં તેને કોઈ પણ વસ્તુઓ ડિસઇન્ફેકટ કરવાની મશીન બનાવવાનો વિડીયો જોવા મળતા જ તેણે આ કમાલ કરી નાખી અને બે પ્રકારના ડિસઇન્ફેકશન મશીન બનાવી દીધા.


નિષ્ઠા જણાવે છે કે, સહુ પ્રથમ તેની પાસે કોઈ વસ્તુ ન હોવાથી તેણે પુંઠા પર ફોઈલ પેપર મૂકીને આ પ્રયોગ કર્યો હતો. તેના પરથી તે મશીન બનાવી શકશે તેવું તેને લાગતા પિતાની મદદ લીધી. બાદમાં જરૂરી સામાન લાવી દીધો. જેમાં યુવી લાઇટ્સ દ્વારા આ મશીન બનાવી દીધું. આ મશીન ઇલેક્ટ્રીસીટી દ્વારા ચાલે છે તેમાંય એક મશીન કોઈ પણ એક સ્થળે જ રાખી શકાય જ્યારે એક મશીન તેણે કોઈ પણ જગ્યાએ લઈ જઈ વાપરી શકાય તેવું બનાવી દીધું છે. યુવી લાઈટ એ માણસ માટે હાનિકારક છે જેથી માણસ સિવાય કોઈ પણ વસ્તુ આ મશીનથી માત્ર બે જ મિનિટમાં ડિસઇન્ફેકટ કરી શકાય છે.


બે જ માસમાં સ્પેશ્યલ ફેબ્રિક અને યુવી લાઈટ થી મશીન બનાવ્યા બાદ હવે આ વિદ્યાર્થીની એરપોર્ટ અને રેલવે સ્ટેશન માટે આ મશીન કામ કરે તેવું જ કામ કરતો રોબોટ પણ બનાવવાની કામગીરી આગામી સમયમાં કરશે. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીનો મેક ઇન ઇન્ડિયા પ્રોજેકટ ખરેખર આ વિદ્યાર્થીનીએ સાર્થક કર્યો હોય તેવું પરિવારજનો માની રહ્યા છે.