સંજય ટાંક, અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના (Gujarat University) લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં (Life science) ફૂડ સાયન્સ એન્ડ ન્યુટ્રિશિયન વિભાગ શરૂ કરાયો છે. જેમાં ખાસ પ્રકારના કુકીઝ તૈયાર કરવામાં આવ્યા છે. આ કુકીઝ મહિલાઓમાં જોવા મળતી આર્યનની ઉણપને (cookies for iron deficiency) દૂર કરશે. સાયન્સ એન્ડ ન્યુટ્રિશિયન વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર દ્વારા તૈયાર કરાયેલા આ કુકીઝ યુનિવર્સિટી હોસ્ટેલમાં રહેતી 250થી વધુ વિધાર્થીનીઓ અને યુનિવર્સિટી સંલગ્ન કોલેજીસમાં પણ વિદ્યાર્થીનિઓને આપવામાં આવશે
સામાન્ય રીતે જોવા જઈએ તો ભારતમાં સૂક્ષ્મ પોષકતત્વોની ઉણપ કોમન છે. નેશનલ ફેમીલી હેલ્થ સર્વેના ડેટાની વાત કરવામાં આવે અને તેમાંય ગુજરાતના આંકડાઓ પર નજર કરવામાં આવે તો 15થી 49ની વય મર્યાદાની 55 ટકા મહિલાઓ આયર્ન ડેફિસનસી એનિમિયાથી પીડાઈ રહી છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીના લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં ફૂડ સાયન્સ એન્ડ ન્યુટ્રિશિયન વિભાગ દ્વારા કુકીઝ તૈયાર કરવામાં આવ્યા છે.
લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. રિચા સોની જણાવે છે કે, ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. હિમાંશુ પંડ્યાની પ્રેરણાથી આ શક્ય બન્યું છે. તેઓ ઇચ્છતા હતા કે, યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિધાર્થિનીઓને બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર આપીએ છીએ તેમાં થોડું એડિશનલ કરીને એવું કંઈ આપવામાં આવે જેનાથી તેઓનું માઈક્રો ન્યુટ્રિશિયન બેલેન્સ કરી શકાય અને તેમની ઇમ્યુનિટી બુસ્ટ કરી શકાય. જેથી અમે આ પ્રકારના કુકીઝ બનાવ્યા છે. જેને ન્યુટ્રિશિયન બાઇટ્સ નામ આપ્યું છે.
આ કુકિઝમાં સોયાબીન, જુવાર, પીનટ, સુગર, ફેટ, સીનમન જીંજર, વેનીલા એસન્સ, કોકો પાઉડર, બેકિંગ પાઉડર, વિટામિન્સ મિનરલ્સના ઉપયોગથી કુકીઝ બનાવ્યા છે. આ કુકીઝ માંથી 34 % પ્રોટીન, 80% આયર્ન, 50 % કેલ્શિયમ, વિટામિન A, ઝીંક પ્રાપ્ત થાય છે. એ ઉપરાંત કુકીઝમાંથી કાર્બોહાઇડ્રેટ, ફાઈબર, B1, B2,B3, વિટામિન E, સોડિયમ, પોટેશિયમ પ્રાપ્ત થાય છે. અમે આ બે કુકીઝ અઠવાડિયામાં 3 વાર એક વિદ્યાર્થિનીને એમ દરેક વિધાર્થીનીને આપીશું.
આમ તો હોસ્ટેલમાં કોઈ સર્વે કરાયો નથી પણ જે વિધાર્થિની અમારી પાસે આવે છે જે 20-21ના એઇજ ગ્રુપની હોય છે જેમને માઈક્રો ન્યુટ્રિશિય, બેલેન્સ ડાયટની ખુબજ જરૂર હોય છે. આ કુકીઝથી એ યુવતીઓમાં આયર્ન, ઝીંક, કેલ્શિયમ, પ્રોટીનની ઉણપથી થતું રિસ્ક ઓછું થઈ જશે. હાલમાં 6 મહિના સુધી આ પ્રકારે કુકીઝ આપવામાં આવશે. તેનો અભ્યાસ કરીશું કે, તેની કેટલી અસર થઈ છે. વિધાર્થીનીઓના ન્યુટ્રિશિયન સ્ટેટ્સમાં સુધાર થયો છે કે નહીં એ ચેક કરવામાં આવશે.