સંજય ટાંક, અમદાવાદ: આજનો યુગ ટેકનોલોજીનો યુગ છે. ત્યારે અમદાવાદની સાયન્સ સિટીમાં રોબિટીક ટેકનોલોજીનો અદભુત નજારો આપને જોવા મળવાનો છે. રોબોટિક ગેલેરીમાં પહોંચતાની સાથે રિસેપશમાં ઉભેલો રોબોટ તમારી સાથે વાતચીત કરશે. અસલ માણસ જેવા દેખાતા રોબોટને જોઈને તમે પણ ચોંકી ઉઠશો અને અહીં તમને વેલકમ કરવા માટે પણ આ રોબોટ તૈયાર છે.
અહીં ગેલરીમાં પ્રવેશતા જ રોબોટ તમને વેલકમ કરશે. રોબોટ તમને ગેલરીની માહિતી આપતા ગાઈડ પણ કરશે. અહીં રોબોટ એકબીજા સાથે ફાઈટ કરતા પણ નજરે પડશે અને પેઇન્ટ કરતા કે પેઇન્ટિગ કરતા રોબોટ પણ અહીં જોવા મળશે. રોબોટિક ગેલરીને 10 અલગ અલગ ઝોનમાં મુકવામાં આવી છે. જેમાં કોર્ટયાર્ડ, રીસેપ્શન એરિયા, હિસ્ટ્રી ગેલરી, સ્પોર્ટઓ મેનિયા, રોબોથોન, બોટયીલિટી, નાટ્યમંડપ, પ્રિન્ટિંગ વર્કશોપ જેવા વિવિધ રોબોટ એ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.