

દિપીકા ખુમાણ, અમદાવાદ : ગણતંત્ર દિવસની (Republic Day) પૂર્વ સંધ્યાએ અમદાવાદના (Ahmeedabad) એક્સ આર્મીમેન (Armi man) બી. કે. ખાન સાથે ન્યૂઝ18 ગુજરાતીએ ખાસ વાતચીત કરી હતી. તેમણે ગર્વથી કારગીલ યુદ્ધની (Kargil War) વાત કરી અને શહીદોને નમન કર્યા. તો અહીં તેમની વાતનાં મહત્ત્વના અંશો રજૂ છે.


"પગમાં ગોળી વાગી પણ પીછેહટ ના કરી. માઇનસ 40 ડિગ્રી તાપમાન હતું. અમે આગળ વધતા જતા હતા. અલગ અલગ પ્લાટુન હોય એમાં અમારું પ્લાટુન આર્મીએશનનું હતું. અલગ અલગ પ્લાટુનમાં તમામને અલગ અલગ કામ સોંપ્યા હોય તેમાં મેડિકલ, ફાઈટિંગ ટ્રુપ્સ સાથે આર્મ્સ પહોંચાડવાનું હેલ્પિંગ હેન્ડ બનવાનું કામ અમારું હતું. હું આ વાત વર્ષ 1999ની કરી રહ્યો છું.


મને યાદ છે,મે મહીનાથી જુલાઈ સુધી કારગિલ વોર ચાલ્યું, કેટલાંય જવાન એવાં હતા જેમાં અમે બપોરે જમ્યા હોય અને ખબર પડે કે તે રાતે શહીદ થઈ ગયા છે મને યાદ છે યુપીનાં શહીદવીર અજય, જેઓ બપોરે મારી સાથે જમ્યા હતા. આ તમામ શબ્દો છે એ રિટાર્યડ આર્મી જવાન બી કે ખાનનાં જેમણે પોતાની કારકિર્દીની શરુઆતમાં ટ્રેનિંગ બાદ પહેલું પોસ્ટિંગ કારગિલમાં આપવામાં આવ્યું જ્યાં 2 વર્ષ વીતાવ્યા.


તેમણે જણાવ્યું કે, કારકિર્દીનાં આ 2 વર્ષ સૌથી મહત્વના અને યાદગાર રહ્યા જ્યા જીવ સટોસટીનો ખેલ પળેપળ જોવા મળ્યુ. દુશ્મન સામે હોય લડવાનું હોય અને પળેપળ જીવ જતો હોય.એમાંય ઘરનું બારણું પણ ખોલી ના શકીએ એટલો બરફ હતો.


રિટાયર્ડ આર્મીમેન બી કે ખાને પોતાના દિવસોને યાદ કરતાં જણાવ્યું કે ઈન્ડિયન આર્મી રાતના સમયે ચાલીને ચડાઈ કરતી કારણ કે પાકિસ્તાનને નીચેથી વાર કર્યો હતો. રાતના સમયે પણ સતત ફાયરિંગ થતું પણ આખરે કારગિલ વોરમાં ઈન્ડિયન આાર્મીની જીત થઈ.


તેમણે પોતાના સંસ્મરણો યાદ કરતા જણાવ્યું કે, ગમ બુટ્સમાં ખબર ના પડી કે ગોળી વાગી છે. માઇનસ 40 ડિગ્રીમાં બરફ એટલો હતો અન એમા પણ ચારેબાજુ ગોળીબારનાં અવાજમાં મને ગોળી લાગી હતી પણ બરફ અને ગમ બુટ્સમાં મને ખબર જ ના પડી કે મને ગોળી વાગી છે. અચાનક મારા પગ લથડાવા લાગ્યા ત્યારે મેં પગ ખોલીનું જોયું તો લોહી વહી રહ્યું હતું. માઈનસ 40માં કેવી રીતે ખબર પડે. છતાં હું ડર્યો નથી. અમને ટ્રેનિંગમાં શીખવાડ્યું હતું કે, આગ પાણી હવા અને દુશ્મનથી ડરવાનું નહીં.


તેમણે વધુમાં જણાવ્યું કે, બોફોર્સના વારને કારણે કોઈપણ વ્યક્તિનું શરીર આખુંય અલગ થઈ જાય બોફોર્સે ફાયર થયું. એક જવાનના હાથ પગ અલગ થઈ ગયા. તેનો જીવ ગયો. મને યાદ છે ડેડ બોડી પણ ખબર નહોતી પડતી પરંતુ દરેક ડેડ બોડી પર બિલ્લા નંબર લખેલો હોય.તે રીતે તમામની બોડી શોધીને એક પોટલામાં ભરવા પડતા હતા આ દ્દશ્યો શબ્દોમાં પહેલી વાર હું ન્યૂઝ18 સાથે કહુ છું મારા રુંવાડા ખડા થઈ જાય છે જયારે આ શબ્દોનો ઉલ્લેખ કરું છું પણ આજે પ્રજાસત્તાક દિન પર હું તમામ શહીદોને શત શત નમન કરવા ઈચ્છું છું