અમદાવાદીઓ માટે સારા સમાચાર છે. આજથી એટલે પહેલી ઓક્ટોબરથી અમદાવાદનું (Ahmedabad) હૃદયસમુ કાકંરિયા (Kankaria Lake garden) મુલાકાતીઓ માટે ખુલવાનું છે. નોંધનીય છે કે, કોરોના વાયરસનાં (Coronavirus) સંક્રમણને કારણે 17 માર્ચથી કાંકરિયા પ્રાણી સંગ્રહાલય બંધ કરવામાં આવ્યું હતું. આજથી કાંકરિયા પ્રાણી સંગ્રહાલય, બટર ફ્લાય ગાર્ડ સહિત જે જગ્યાઓ ખુલ્લી છે તે ખુલ્લી મુકાશે. પરંતુ લેકફ્રન્ટમાં નાસ્તાના સ્ટોલ અને પાણીમાં અન્ય એમ્યુઝમેન્ટ હમણાં ચાલુ નહીં થાય. જોકે, અહીં આવનાર તમામને માસ્ક વગર અંદર આવવા દેવામાં નહીં આવે. કાંકરિયામાં કામ કરતા સ્ટાફનાં પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે.