Home » photogallery » madhya-gujarat » અછત બાદ સમજાઇ ઓક્સિજનની કિંમત! આ વૃક્ષો વાવવાથી વાતાવરણ બનશે શુદ્ધ અને મળશે વધુ ઓક્સિજન

અછત બાદ સમજાઇ ઓક્સિજનની કિંમત! આ વૃક્ષો વાવવાથી વાતાવરણ બનશે શુદ્ધ અને મળશે વધુ ઓક્સિજન

આ મહામારીથી આપણે પ્રેરણા લઇને ભાવિ પેઢી માટે કાંઇ કરવું હોય તો આપણે ઘરની આસપાસ આ વૃક્ષો લગાવવા જોઇએ જેનાથી વાતાવરણ શુદ્ધ બને.

  • 16

    અછત બાદ સમજાઇ ઓક્સિજનની કિંમત! આ વૃક્ષો વાવવાથી વાતાવરણ બનશે શુદ્ધ અને મળશે વધુ ઓક્સિજન

    ગીતા મહેતા, અમદાવાદ: કોરોના મહામારીને (Corona pandemic) કારણે આપણને ઓક્સિજનની (oxygen) કિંમત સમજાઇ છે. હાલ ઓક્સિજનની અછત પડી રહી છે ત્યારે આજે આપણે જોઇએ કે, કેવા વૃક્ષો (trees) વાવવાથી આપણને ઓક્સિજન વધારે પ્રમાણમાં મળે છે. આ મહામારીથી આપણે પ્રેરણા લઇને ભાવિ પેઢી માટે કાંઇ કરવું હોય તો આપણે ઘરની આસપાસ આ વૃક્ષો લગાવવા જોઇએ જેનાથી વાતાવરણ શુદ્ધ બને.

    MORE
    GALLERIES

  • 26

    અછત બાદ સમજાઇ ઓક્સિજનની કિંમત! આ વૃક્ષો વાવવાથી વાતાવરણ બનશે શુદ્ધ અને મળશે વધુ ઓક્સિજન

    વડના વૃક્ષને ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ પણ કહેવાય છે. તેને હિંદુ ધર્મમાં પવિત્ર પણ માનવામાં આવે છે. વડનું વૃક્ષ બહુ લાંબુ થઈ શકે છે.  તેના છાંયા પર નિર્ભર હોય છે કે -તે કેટલો ઓક્સિજન ઉત્પાદિત કરી શકે છે. હિંદુ ધર્મમાં પીપળાનું વૃક્ષ તો બૌદ્ધ ધર્મમાં તેને બોધી ટ્રી કહેવામાં આવે છે. કહેવાય છે કે, આ વૃક્ષની નીચે ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. પીપળાનું વૃક્ષ ૬૦થી ૮૦ ફૂટ લાંબુ થઈ શકે છે. આ વૃક્ષ સૌથી વધારે ઓક્સિજન આપે છે. જેના કારણે પર્યાવરણવિદ પીપળાનું વૃક્ષ લગાવવાનું વારંવાર કહે છે. આ વૃક્ષને એવરગ્રીન વૃક્ષ કહેવામાં આવે છે  અને પર્યાવરણવિદોનું માનીએ તો આ એક નેચરલ એર પ્યુરીફાયર છે.

    MORE
    GALLERIES

  • 36

    અછત બાદ સમજાઇ ઓક્સિજનની કિંમત! આ વૃક્ષો વાવવાથી વાતાવરણ બનશે શુદ્ધ અને મળશે વધુ ઓક્સિજન

    આ વૃક્ષ પ્રદૂષિત ગેસ જેવા કે કાર્બન ડાયોક્સાઈડ, સલ્ફર અને નાઈટ્રોજનને હવામાંથી ગ્રહણ કરીને પર્યાવરણમાં ઓક્સિજન છોડે છે. તેના પાંદડાની રચના એવી હોય છે કે, તે મોટા પ્રમાણમાં ઓક્સિજન ઉત્પાદિત કરી શકે છે.  તે સાથે હંમેશા વધારેમાં વધારે લીમડાના વૃક્ષ લગાવવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી આજુબાજુની હવા એકદમ શુદ્ધ રહે છે.

    MORE
    GALLERIES

  • 46

    અછત બાદ સમજાઇ ઓક્સિજનની કિંમત! આ વૃક્ષો વાવવાથી વાતાવરણ બનશે શુદ્ધ અને મળશે વધુ ઓક્સિજન

    ભારતની આધ્યાત્મિક કથાઓમાં ભારતને જંબુદ્રીપ એટલે જાંબુની ધરતી પણ કહેવામાં આવી છે. જાંબુડો ૫૦થી ૧૦૦ ફૂટ સુધી લાંબો હોય છે. તેના ફળ ઉપરાંત વૃક્ષ સલ્ફર ડાયોક્સાઈડ અને નાઈટ્રોજન જેવા ઝેરી ગેસને હવામાંથી શોષી લે છે. તે સિવાય અનેક દૂષિત કણોને પણ જાંબુડો પોતાનામાં ખેંચી લે છે.

    MORE
    GALLERIES

  • 56

    અછત બાદ સમજાઇ ઓક્સિજનની કિંમત! આ વૃક્ષો વાવવાથી વાતાવરણ બનશે શુદ્ધ અને મળશે વધુ ઓક્સિજન

    આસોપાલવ માત્ર હવામાં ઓક્સિજન જ છોડતું નથી પરંતુ તેના ફૂલા પર્યાવરણને સુગંધિત રાખે છે અને તેની ખૂબસૂરતીને વધારે છે. આ એક નાનું વૃક્ષ હોય છે, જે એકદમ સીધું થાય છે. પર્યાવરણ નિષ્ણાતોનું માનીએ તો આસોપાલવનું વૃક્ષ લગાવવાથી માત્રા વાતાવરણ જ શુદ્ધ રહેતું નથી. પરંતુ તેની શોભા પણ વધે છે. આસોપાલવનું વૃક્ષ દરેક બીમારીને દૂર રાખે છે.  આ વૃક્ષ ઝેરી ગેસ ઉપરાંત હવાના બીજા દૂષિત કણોને પણ ગ્રહણ કરી લે છે.

    MORE
    GALLERIES

  • 66

    અછત બાદ સમજાઇ ઓક્સિજનની કિંમત! આ વૃક્ષો વાવવાથી વાતાવરણ બનશે શુદ્ધ અને મળશે વધુ ઓક્સિજન

    અર્જુન વૃક્ષ વિશે એવું કહેવામાં આવે છે કે તે હંમેશા લીલુંછમ રહે છે . તેના અનેક આયુર્વેદિક ફાયદા છે. આ વૃક્ષનું ધાર્મિક મહત્વ પણ છે. અને કહેવાય છે કે, માતા સીતાનું તે પસંદગીનું વૃક્ષ હતું . હવાથી કાર્બન ડાયોક્સાઈડ અને દૂષિત ગેસને ગ્રહણ કરીને તેને ઓક્સિજનમાં ફેરવે છે.

    MORE
    GALLERIES