સંજય ટાંક, અમદાવાદ: જો વિદ્યાર્થીઓ ને પુસ્તકિયું જ્ઞાન આપવાની જગ્યાએ પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવે તો, વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ (Overall Development) કંઈક અલગ જ થાય. આવું જ કંઈક વિચારી અમદાવાદની (Ahmedabad Jodhpur primary school) જોધપુરની પ્રથમિક શાળાના શિક્ષકે અનોખી પહેલ કરી છે. સરકારી શાળાના પ્રિન્સિપાલએ પોતાની શાળામાં વર્ટિકલ ગાર્ડન (Verticle garden) બનાવ્યો છે.
વિદ્યાર્થીઓને પર્યાવરણના પાઠ આસાનીથી સમજાવી શકાય તે હેતુથી આ ગાર્ડન બનાવવામાં આવ્યો છે. અમદાવાદના મધ્યમા જોધપુર ગામમાં આવેલી જોધોપુર પ્રાથમિક સ્કૂલ નંબર 1ના (Jodhpur Primary School 1) પ્રિન્સિપાલએ કોરોના કાળનો (CoronaVirus) સદઉપયોગ કરી સ્કૂલમાં વર્ટિકલ ગાર્ડન બનાવી આખી સ્કૂલને ગ્રીન કરી દીધી છે.
લોકોના દિમાગમાં સરકારી સ્કૂલની છબી હોય છે તે છબીને તોડી સરકારી શાળા પણ ઉત્તમ અને સુંદર સ્કૂલ હોઈ શકે તેવું ઉદાહરણ જોધપુર પ્રાથમિક સ્કૂલના પ્રિન્સિપાલે આપ્યું છે. આ સ્કૂલમાં 500 કરતા વધારે નાના મોટા છોડ અને વૃક્ષ છે જે વિદ્યાર્થીઓને પર્યાવરણના પાઠ શિખવવામાં પ્રેક્ટિકલી ખુબ જ ઉપયોગી બનશે તેવું પ્રિન્સિપાલનું માનવું છે.
શાળાના પ્રિન્સિપાલએ ન્યૂઝ18 ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, શાળામાં અભ્યાસની સાથે વર્ટીકલ ગાર્ડન, જૈવિક ખાતર, વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં તે કૃતિ મુકવામાં આવી. આ ઉપરાંત શાળામાં બહારની વસ્તુ ન ખાવા માટે ખાસ જુંબેશ અપનાવવામાં આવે છે. શાળામાં વિદ્યાર્થીઓને સૂકા કચરાનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું જ્ઞાન પણ આપવામાં આવે છે.