

અમદાવાદમાં (Ahmedabad) કોરોના વાયરસથી (coronavirus) સંક્રમિતોની સંખ્યામાં છેલ્લા ઘણાં સમયથી ખાસ કોઇ ફરક લાગતો નથી. મ્યુનિ.નું (AMC) હેલ્થ ખાતા (Health Department) દ્વારા દુકાનદારોના ટેસ્ટ કરે છે ત્યારે એક પણ લક્ષણ ન હોય તેવી વ્યક્તિઓના રિપોર્ટ પણ પોઝિટિવ આવી રહ્યા છે. આવા લોકોના રેપિડ એન્ટિજન ટેસ્ટ થાય નહીં ત્યાં સુધી તે કરિયર તરીકે સંક્રમણ ફેલાવતા રહે છે. દરમ્યાનમાં આજે એક જ દિવસમાં સરકારી યાદી મુજબ વધુ 160 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ત્યારે દિવાળી પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા સાત ઝોનમાં ફરસાણ,મિઠાઈની દુકાનવાળાથી લઈ ફેરીયાઓના પણ રેપીડ ટેસ્ટ કરવા કવાયત શરૂ કરી છે. (પ્રતિકાત્મક તસવીર)


દિવાળીને આડે હવે થોડા જ દિવસો બાકી છે ત્યારે લોકો અનેક વિસ્તારોમાં ખરીદી કરવા પણ જઇ રહ્યાં છે. જેના કારણે લોકો મોટી સંખ્યામાં ભેગા થઇ રહ્યાં છે જેમાં કેટલીય જગ્યા પર સોશિયલ ડિસ્ટન્સિગ પોણ જોવા મળી નથી રહ્યું. જેના કારણે હવે તંત્ર સુપરસ્પ્રેડરને શોધવાની કામગીરી કરી રહ્યું છે. સત્તાવાર સૂત્રોની માહિતી પ્રમાણે, ગુરૂવારે કુલ મળીને 1200 લોકોના ટેસ્ટ કરાતા ત્રીસ કોરોના પોઝિટિવ સુપર સ્પ્રેડર અને શુક્રવારે બીજા દિવસે વધુ 45 સંક્રમિત ફેરીયાઓ સાથે બે દિવસમાં 75થી વધુ કોરોના પોઝિટિવ કેસ મળ્યા છે. (પ્રતિકાત્મક તસવીર)


જ્યારે શુક્રવારનાં આંકડા પ્રમાણે, જુદી જુદી હૉસ્પિટલોમાં સારવાર દરમ્યાન વધુ બે દર્દીઓના કરૂણ મૃત્યુ થયા છે. જ્યારે સાજા થઈ ગયેલા 228 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. મ્યુનિ.ની હદમાં અત્યાર સુધી નોંધાયેલા દર્દીઓનો આંકડો 45,620 પર પહોંચ્યો છે. જેમાંથી 1865 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે કોરોનાને હરાવીને સાજા થયેલા 35906 લોકો ડિસ્ચાર્જ થયા છે.(પ્રતિકાત્મક તસવીર)


સારવાર હેઠળના એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને હાલ 2799 થઈ છે. જેમાં સૌથી વધુ નવા પશ્ચિમના બે ઝોનના સેટેલાઇટ, બોડકદેવ, થલતેજ, વેજલપુર, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, મક્તમપુરા, સરખેજના જ 902 છે, જ્યારે પશ્ચિમ ઝોનના 453 છે પૂર્વ પટ્ટાના મધ્ય ઝોન, દક્ષિણ ઝોન, ઉત્તર ઝોન, પૂર્વ ઝોનના 1444 દર્દીઓ સારવાર હેઠળ છે. (પ્રતિકાત્મક તસવીર)