

પ્રણવ પટેલ, અમદાવાદ : સમગ્ર દેશમાં આજથી બીજા તબક્કાની કોરોના વેક્સિન આપવાની કામગીરી શરૂ કરાઇ છે. ગુજરાત રાજ્યમાં કોરોના વેકસીનેશનના બીજા તબક્કાની શરૂઆત કરવામાં આવી છે. સિનિયર સીટીઝન માટે પણ ખાનગી અને સરકારી હૉસ્પિટલમાં વેકસીનેશન શરૂ કરવામાં આવ્યું છે. કોરોના સામે રક્ષણ મેળવવા માટે કોરોના વેકીસીન એક રામબાણ ઈલાજ સમાન છે. સૌપ્રથમ વેકસીન આરોગ્યકર્મીઓને આપવામાં આવી હતી. એક વર્ષ સુધી લોકોની સેવા કરતા લોકો અને દર્દીઓની સેવા કરતા આરોગ્યકર્મીઓ બાદ પોલીસને પણ વેકસીન આપવામાં આવી હતી. 28 દિવસ પૂર્ણ થતાં તમામ લોકોને ફરીવાર બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં કલકેટર સંદીપ સાગલે, ડીડીઓ મહેશ બાબુ, પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્ત અને અધિકારીઓએ વેકસીનનો બીજો ડોઝ લીધો હતો. વેકસીનની આડ અસર ના હોવાનું અને લોકો વેકસીન લે તેવી અપીલ કરવામાં આવી હતી.


કલેકટર સંદિપ સાંગલે જણાવ્યુ હતુ કે, અમદાવાદ રૂરલમાં આજે 61 સાઈટ પર વેકસીન આપવામાં આવશે. 7122 લોકો જિલ્લામાં કોમોરબીડીટીવાળા છે જેમને પ્રથમ ડોઝ આપીશું. પહેલા ડોઝ બાદ અમે બીજો ડોઝ લીધો, કોઈ સમસ્યા હજુ સુધી થઈ નથી. અમદાવાદમાં હેલ્થકેર વર્કર્સ 8000 જેટલા હતા, 85 ટકા વેકસીનેશનેશન પૂર્ણ થયું છે.


પોલીસ કમિશનર સજંય શ્રીવાતસ્વ કહ્યું હતુ કે, અત્યાર સુધી 92 ટકાથી વધુ પોલીસકર્મીઓએ રસી લીધી છે. જેમને ડૉકટરોએ ના પાડી લગભગ એ જ બાકી રહ્યા છે. અમદાવાદ ગ્રામ્ય Ddo મહેશ બાબુએ જણાવ્યુ હતુ કે, હેલ્થ વર્કર્સમાં ગ્રામ્ય વિસ્તારમાં રાજ્ય અને ખાનગી તેમજ કેન્દ્રીય કર્મીઓએ રસી લીધી છે . અત્યાર સુધી 85 ટકા રસિકરણપૂર્ણ કરાયું છે ..આર્મી, RPF, RAF, CISF, NSGના જવાનોને રસી આપી છે.


અમદાવાદની કોર્પોરેશન અને સિવિલ મળીને 135 વેકસીનેશન સાઇટો બનાવવામાં આવી છે. આ સાઇટોમાં પ્રથમ અને બીજો ડોઝ આપવામા આવ્યો છે. આ સિવાય 14 ખાનગી હૉસ્પિટલમાં પણ 250 રૂ. માં સિનિયર સિટીઝનોને પણ વેકસીન આપવામાં આવી હતી. અમદાવાદ સિવિલ હૉસ્પિટલ ખાતે સિનિયર સિટિઝન વેક્સિન આપવામાં આવી હતી. પ્રથમ વખત ડોઝ લેનાર 84 વર્ષના વૃદ્ધ મહિલાએ જણાવ્યુ હતુ કે, વેક્સિન ચોક્કસ લેવી જોઇએ. વડાપ્રધાન મોદી તમામ લોકોને અપીલ કરી છે. તેમનો વિશ્વાસ લોકોએ કરવો જોઇએ. સરકારે ફ્રીમાં વેક્સિન આપે છે સારી વ્યવસ્થા પણ છે.


અમદાવાદ સિવિલ હોસ્પિટલ એડી સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. રજનીશ પટેલે જણાવ્યું હતુ કે, તંત્ર દ્વારા તમામ તૈયારીઓ વેક્સિનને લઇ પૂર્ણ કરી છે . જે સિનિયર સિટીઝન ઓનલાઇન રજીસ્ટ્રેશન ન કરી શક્યા હોય તેઓને ઓફલાઇન કોવિડ સેન્ટર પર આવી રજીસ્ટ્રશન કરી શકશે. અમદાવાદમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. તેવામાં વેકસીન એક આશાનું કિરણ છે, લોકો કોરોના સામે રક્ષણ મેળવી શકે તે માટે સરકારે વેકસીનેશન શરૂ કરી છે.