

પ્રણવ પટેલ/દિપીકા ખુમાણ, અમદાવાદ : શહેરમાં પશ્ચિમ વિસ્તાર કોરોના વિસ્ફોટ થતા ચિંતાજનક આંકડાઓ બહાર આવી રહ્યા છે. સાઉથ બોપલ બાદ હવે, બોપલ વિસ્તારમાં કોરોના કેસમાં વધારો થયો છે . સફલ 1 અને 2 પરિસર બાદ બોપલ બ્રિજ પાસે આવેલા ઇસ્કોન પ્લેટિનિયમમા કોરોના કેસ વધ્યા છે. જેથી એએમસી દ્વારા ઇસ્કોનના 304 મકાનનોનો માઇક્રો કન્ટેઇમેન્ટમાં સમાવેશ કરાયો છે. તો બીજી તરફ શહેરમાં માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં પણ વધારો થયો છે. છેલ્લા ઘણા મહિના બાદ માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોએ 20થી વધુ આંકડો પાર કર્યો છે.


અગાઉ 10થી 15 વચ્ચે માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર રહેતા હતા. એએમસીએ નવા 22 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરતા ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યુ હોવાની પુષ્ટી થઇ રહી છે.


અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે એએમસી દ્વારા તબક્કાવાર અનેક પગલા લીધા છે. ત્યારે કોરોના કેસ વધતા ફરી એકવાર એએમસી તંત્ર એક્શનમા આવ્યું છે . અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગૃપ્તાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કમિશનર મુકેશ કુમાર સહિત તમામ વિભાગના ડેપ્યુટી કમિશનર અને વિવિધ અધિકારીઓ વચ્ચે બેઠકમાં કોરોના અંગે સમિક્ષા કરાઇ હતી . જેમા હાલ અમદાવાદ શહેરમાં કુલ 111 માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોન સમાવેશ થાય છે. જે પૈકી આજે ૬ માઇક્રો કન્ટેઇમન્ટ ઝોનને મુક્ત કરાયા હતા. તો નવા 22 માઇક્રો કન્ટેઇમેન્ટ વિસ્તારનો ઉમેરો કરાયો હતો. એએમસી દ્વારા માઇક્રો કન્ટેઇમેન્ટ વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્કીનીગની કામગીરી હાથ ધરવામાં આવી હતી . આ સાથે સર્વેલન્સમા શંકાસ્પદ વ્યક્તિઓના કોરોના ટેસ્ટ પણ કરવાના આવ્યા છે.


બોપલ વિસ્તારમાં સૌથી વધુ કેસ હોવાનો ઘટસ્ટોફ સૌથી પહેલાં ન્યૂઝ18 ગુજરાતીએ કર્યો હતો. ન્યૂઝ18 ગુજરાતી દ્વારા કરવામાં આવેલા અહેવાલમાં સાબિત થયુ કે, અમદાવાદના બોપલમાં 50 ટકા કેસ પોઝિટીવ છે. જેની ખાતરી અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા રવિવારની રાતે આપવામાં આવી છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા સફલ પરિસર 1માં 42 જ્યારે સફલ પરિસર 2માં 37 જેટલા કેસ એક્ટિવ કેસ છે. આમ કુલ મળીને સફલ પરિસરમાં 79 જેટલા કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલાં ઈસ્કોન પ્લેટિનમમાં 1150 જેટલાં મકાન માઈક્રો કન્ટેનમેન્ટમા મુકવામાં આવ્યા છે. જેમાંથી ઈસ્કોન પ્લેટિનમમાં આશરે 75 જેટલા કેસ પોઝિટીવ છે. હાલ ઈસ્કોન પ્લેટિનમમાં K, O,Q,R બ્લોકને કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. આ અંગે ઈસ્કોન પ્લેટનિમના ચેરમેન સાથે વાતચીત કરતાં સામે આવ્યું કે, ઈસ્કોન પ્લેટિનમમાં સૌથી વધુ વેપારી વર્ગ વધારે છે. તેઓ કેસ આવ્યા બાદ સતત ધ્યાન રાખી રહ્યા છે અન્ય કોઈ વ્યક્તિ સંક્રમિત ના થાય. બીજી તરફ સફળ પરિસર 1માં રહેતાં વિવેક ગુપ્તાનું કહેવું છે કે, સફલ પરિસર 1માં 3 દિવસ પહેલાં 37 જેટલાં કેસીસ સામે આવ્યા છે. જે તમામ હોમ આઈસોલેટ છે. જયારે સફલ પરિસર 2માં 1 અઠવાડિયા પહેલા 42 જેટલા કેસ આવ્યા છે. જેઓનો આઈસોલેશન પરિયડ થોડા સમયમાં પુરો થશે