

ઋત્વીજ સોની, અમદાવાદ : નવા વર્ષની શરૂઆત જાણે કે અમદાવાદ પોલીસ માટે એક પડકાર લઈને આવી હોય તેવું લાગી રહ્યું છે. નવા વર્ષની શરૂઆતમાં જ લૂંટ, મર્ડર અને ફાયરિંગના બનાવો જોવા મળ્યા છે. તેને લઈને હવે પોલીસ એલર્ટ થઈ ગઈ છે. પોલીસે સમગ્ર વિસ્તારમાં ફ્લેગ માર્ચ તેમજ ફૂટ પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે.


શહેરના ઠક્કરબાપા નગર વિસ્તારમાં શનિવારના દિવસે ભરબપોરે પાન મસાલાના હોલસેલ વેપારીને ત્યાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરીને લૂંટ ચલાવવામાં આવી હતી. બાદમાં બીજે જ દિવસે નિકોલના ઉમિયાચોકમાં ચાર લૂંટારુઓએ જ્વેલર્સના વેપારીને માર મારી રોકડ અને સોના ચાંદીના દાગીના સહિત ની લૂંટ ચલવ્યા બાદ ફાયરિંગ કર્યું હતું. આ ઘટના બાદ ઝોન ૫ ડીસીપી દ્વારા સોમવારે મોડી સાંજે સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે તમામ શંકાસ્પદ ગતીવિધિઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.


ખોખરા વિસ્તારમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. એટલુ જ નહિ પોલીસે વિસ્તારના તમામ જ્વેલર્સના વેપારીઓ સાથે એક મિટિંગનું આયોજન કરીને તેમને કંઈ કંઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે અંગેની જાણકારી આપવામાં આવી હતી.