સંજય ટાંક, અમદાવાદ: કોરોનાને કારણે છેલ્લા 9 મહિનાથી બંધ રહેલી શાળા (Schools)ઓ ખોલવાની ચર્ચાઓ હવે તેજ બની છે. એવામાં શાળાએ આવતા બાળકોના નોટબુક અને બુકસ જ નહીં પણ સ્કૂલ બેગ પણ ડીસઇન્ફેકટ (Bag disinfect machine) કરવાનું મશીન આવી ગયું છે. ગવર્મેન્ટ પોલીટેક્નિક (Government Polytechnic professor)ના પ્રોફેસર અને વિદ્યાર્થીએ તૈયાર કરેલું આ ડીવાઇસ કોઈપણ વસ્તુને ત્રણ પ્રકારે ડીસઇન્ફેકટ કરે છે. આ મશીનને માત્ર શાળાઓ જ નહીં પબ્લિક ટ્રાન્સપોર્ટેશન (Public transporation)ના તમામ સ્ટેશનો પર મૂકી શકાશે. જેનાથી મુસાફરોના લગેજ (Luggage) પણ ડીસઇન્ફેકટ કરી શકાશે.
પ્રોફેસરે એક એવું મશીન બનાવ્યું છે જેમાં બાળકનું સ્કૂલ બેગ મૂકી દેવાથી તે સેનિટાઈઝ થઈ જશે. મશીન દેખાવમાં એરપોર્ટ પર અને ફાઈવ સ્ટાર હોટેલ્સમાં વીવીઆઈપી મૂવમેન્ટ સમયે જોવા મળતા સિક્યુરિટી બેગેઝ સ્કેનર મશીન જેવું જ છે. આ મશીનની અંદર બેગ રાખી દેવાથી ત્રણ અલગ અલગ રીતે બેગ સેનિટાઈઝ થશે. માત્ર સ્કૂલ બેગ જ નહીં પરંતુ બૂક, નોટબૂક જેવી વસ્તુ પણ સેનિટાઇઝ કરી શકાશે.