Home » photogallery » madhya-gujarat » Pics: અમદાવાદ વટવા GIDCની ફેક્ટરીમાં લાગેલી આગ બુઝાવવા આવ્યો રોબોટ, જાણો વિશેષતાઓ

Pics: અમદાવાદ વટવા GIDCની ફેક્ટરીમાં લાગેલી આગ બુઝાવવા આવ્યો રોબોટ, જાણો વિશેષતાઓ

આગ બુઝાવવા અત્યાધુનિક સાધનોથી સજ્જ ફાયર બ્રિગેડમાં લાખોના ખર્ચે રોબોટ પણ વસાવવામાં આવ્યા છે.

विज्ञापन

  • 15

    Pics: અમદાવાદ વટવા GIDCની ફેક્ટરીમાં લાગેલી આગ બુઝાવવા આવ્યો રોબોટ, જાણો વિશેષતાઓ

    સંજય ટાંક, અમદાવાદ : શહેરના વટવા GIDCમાં પેકેજીગ મટિરિયલ બનાવતી ફેકટરીમાં લાગેલી આગ કાબુમાં ન આવતા ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો. જેથી આગ બુઝાવવા  ફાયરની 45થી વધુ ગાડીઓ, ફાયરના જવાનો અને અધિકારીઓની ફોજ ઉતરી પડી હતી. આ તમામમાં ફાયર વિભાગ દ્વારા ફાયર રોબોટની પણ મદદ લીધી હતી. ફાયરની ટીમમાં લાખોના ખર્ચે સામેલ કરાયેલા રોબોટની એકસાથે અનેક વિશેષતાઓ પણ જાણવા જેવી છે. શહેરમાં છાશવારે ગોડાઉનમાં, કારખાનાઓમાં અને બોઈલર ફાટવાની ઘટનાઓ બનતી હોય છે તેવી જગ્યાએ અત્યાર સુધી પોતાના જીવના જોખમમાં મુકી ફાયર જવાન કામ કરતા હતા. પરંતુ હવે આગ બુઝાવવા અત્યાધુનિક સાધનોથી સજ્જ ફાયર બ્રિગેડમાં લાખોના ખર્ચે રોબોટ પણ વસાવવામાં આવ્યા છે.

    MORE
    GALLERIES

  • 25

    Pics: અમદાવાદ વટવા GIDCની ફેક્ટરીમાં લાગેલી આગ બુઝાવવા આવ્યો રોબોટ, જાણો વિશેષતાઓ

    આ રોબોટની ખાસિયત એ છે કે, રોબોટ ફાયરના જવાનો કરતા 15 ગણું કામ વધારે કરે છે. રોબોટ એવી જગ્યાએ કામ આવે છે જ્યાં ફાયરના જવાન આગ ઓલવવા પહોંચી શકતા નથી. એટલુંજ નહિ, રોબોટ આંગળીના ઈશારે એટલે કે રીમોટથી કામ કરે છે.

    MORE
    GALLERIES

  • 35

    Pics: અમદાવાદ વટવા GIDCની ફેક્ટરીમાં લાગેલી આગ બુઝાવવા આવ્યો રોબોટ, જાણો વિશેષતાઓ

    આપણે કેટલીક માહિતી દ્વારા ફાયર રોબોટની વિશેષતા સમજવાનો પ્રયાસ કરીએ. આ ફાયર રોબોટ મેક ઇન ઇન્ડિયા છે. આ રોબોટનું નામ સ્વદેશી છે. ફાયર વિભાગની ટીમને રોબોટની સાથે પાંચ હજાર પાણીની ક્ષમતાનો પંપ રહે છે.

    MORE
    GALLERIES

  • 45

    Pics: અમદાવાદ વટવા GIDCની ફેક્ટરીમાં લાગેલી આગ બુઝાવવા આવ્યો રોબોટ, જાણો વિશેષતાઓ

    ફાયર રોબોટ થર્મલ વિઝન કેમેરાથી સજ્જ છે. 500 મીટર સુધી જોઇ  શકે છે. રોબોટ 40 મીટર સુધી પાણીનો ફુવારો કરી શક છે.  મહત્વનું છે કે, વટવામાં લાગેલી આગ કયા કારણોસર લાગી અને આ ફેકટરીમાં ફાયર સેફટી હતી કે કેમ તે હાલ તપાસનો વિષય છે.

    MORE
    GALLERIES

  • 55

    Pics: અમદાવાદ વટવા GIDCની ફેક્ટરીમાં લાગેલી આગ બુઝાવવા આવ્યો રોબોટ, જાણો વિશેષતાઓ

    જોકે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી તેવો હાશકારો તો ફાયરના અધિકારીઓએ અનુભવ્યો છે. પરંતુ હજી બીજા દિવસે એટલે શનિવારની સવાર સુધીમાં પણ આગ પર કાબુ મેળવી શકાયો નથી. એટલે જ ફાયરના જવાનોની મહેનત સાથે બે રોબોટને પણ આગ બુઝાવવા કામે લગાડવામાં આવ્યા હતા.

    MORE
    GALLERIES