

હર્મેશ સુખડિયા, અમદાવાદ : હાલ કોરોના વાયરસ (Coronavirus)ના કારણે વેપાર-રોજગાર પડી ભાંગ્યા છે. જેથી વેપારીઓ (Businessmen) હાલ કામ ધંધા વગરના થઈ જતા જુગાર (Gambling) રમવા તરફ દોરાયાં હતાં. પરંતુ પોલીસને બાતમી મળતા જ પોલીસે તે હોટલમાં રેડ (Police Raid) કરી મેનેજર સહિત સાત લોકોની લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. મેનેજર જ છેલ્લા ઘણા સમયથી આ વેપારીઓ માટે એક રૂમ સ્પેશલ બુક કરીને રાખતો અને જુગારધામ (Gambling Den) ચલાવતો હતો.


બોપલ પોલીસ સ્ટેશન (Bopal Police Station)ના સ્ટાફને બાતમી મળી કે બોપલમાં આવી સ્કાય લેન્ડ હોટલમાં કેટલાંક વેપારીઓ જુગાર રમી રહ્યા છે. જેથી બોપલ પોલીસ તાત્કાલિક ત્યાં રવાના થઈ હતી. ત્યાં જઈને પહેલા તપાસ કરી અને બાતમી પાક્કી થતા જ હોટલમાં રેડ કરી હતી. રેડ દરમિયાન રૂમ નંબર-510માં છ લોકો પત્તાનો જુગાર રમતા હતા.


આરોપીઓ પાસેથી પોલીસે 6.98 રૂપિયા લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીઓ પાસેથી બે કાર પણ કબ્જે કરાઈ છે.


પકડાયેલા જુગારીઓના નામ આ મુજબ છે : રાજુ શાહ - મેનેજર (ભગવતી નગર, કોતરપુર), ધર્મેશ મહેતા (ભગવતી નગર, કોતરપુર), ખ્વાજા મયૂદ્દીન શેખ ( વટવા), સૈયદ અલી રસુલ મિયા સૈયદ (રામોલ ગામ), ભાવેશ શાહ (સદન ફ્લેટ, વાસણા), મોહમદ આસિફ (ગોમતીપુર) અને નિલેશ શાહ (નિલહર્ષ એપાર્ટમેન્ટ, વાસણા).