રાજ્યભરમાં નોવેલ કોરોના વાયરસના (coronavirus) કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે. ત્યારે અમદાવાદમાં વાયરસ થી સંકમિત થવાના કેસો વધતા અમદાવાદ પોલીસ (Ahmedabad police) દ્વારા લોકડાઉનનો કડક પણે અમલ કરાવવામાં આવી રહ્યો છે. જેને પગલે પોલીસ ડ્રોન કેમેરાથી સોસાયટીઓ અને મહોલ્લામાં એકઠા થતા લોકો પર નજર રાખી રહી છે સાથેજ રોડ પર નજરે પડ્યા તો પણ ગુનો નોંધશે. અમદાવાદની વસ્ત્રાપુર પોલીસે સ્વાગત એપાર્ટમેન્ટના ધાબા પર બેસી કેરમ રમતાં 4 શખ્સની ધરપકડ કરી છે. (નવીન ઝા, અમદાવાદ)