

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad municipal corporation) દ્વારા યોજાયેલા ફ્લાવર શોને (Flower show) ભવ્ય પ્રતિસાદ મળવાથી મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. કે ફ્લાવર શો આગામી બે દિવસ સુધી ચાલુ રહેશે 20 અને 21 જાન્યુઆરી દરમિયાન અમદાવાદમાં યોજાયેલા ફ્લાવર શોમાં અમદાવાદની મહિલાઓ બાળકો સિનિયર સિટીઝન અને વિકલાંગોને મફતમાં પ્રવેશ (free entri) મળશે. (દીપિકા ખુમાણ, અમદાવાદ)


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે યોજાયેલા ફ્લાવર શોને બહોળો પ્રતિસાદ માતા કોર્પોરેશન દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ તો 4 જાન્યુઆરી યોજાયેલા ફ્લાવર શોની આજે અંતિમ દિવસ હતો પરંતુ હવે બીજા બે દિવસ સુધી શહેરીજનો ફ્લાવર શોને માણી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.


અમદાવાદમાં છેલ્લાં 8 વર્ષથી યોજાતા ફલાવર શોમાં દર વર્ષે અલગ અલગ થીમ જોવા મળે છે... પરંતુ આ વર્ષે જોવા મળેલી થીમ અમદાવાદીઓ માટે જ નહીં પરંતુ દેશવાસીઓ માટે મહત્વની અને સંદેશ આપનારી બની રહી.


ન્યૂઝ18નાં ગ્રાઉન્ડ રિપોર્ટમાં સામે આવ્યું કે આ વખતે અમદાવાદના લોકો જ નહીં પરંતુ ફલાવર શોની ખ્યાતિ અને પ્રસિદ્ધીને કારણે ગુજરાતના 33 જિલ્લા અને ભારતનાં વિવિધ રાજ્યોમાં વેકેશન માણવા આવેલાં લોકોએ પણ ફલાવર શોની મુલાકાત લીધી હતી.


અમદાવાદ મ્યુ.કોર્પોરેશન દ્રારા યોજાયેલાં આ ફલાવર શોમાં લોકોને કુદરતી સૌંદર્ય પ્રત્યે કેટલો રસ છે.. તે પણ સામે આવ્યું છે. અમદાવાદ મ્યુ.કોર્પોરેશનને અમદાવાદના ફલાવર શો મારફતે કુલ 1 કરોડ 65 લાખ 98 હજારની આવક થઈ છે.