હર્મેશ સુખડિયા,અમદાવાદ: માતા પિતા માટે (mother-father) ચેતવણી રૂપ કિસ્સો અમદાવાદ શહેરમાં (Ahmedabad) બન્યો છે. બાળક (child) જો રમવા જાય છે તો તેનું ધ્યાન રાખવું જરૂરી બન્યું છે. આવું એટલે કહેવું પડે છે કારણ કે થલતેજ ગામમાં (thaltej village) એક દુઃખદ ઘટના બની છે. એક બાળક તેના મીત્રો સાથે ક્રિકેટ રમતો (cricket playing) હતો ત્યારે દડો મંદિરમાં જતા તે લેવા ગયો હતો. બોલ લેવા તે દરવાજો કૂદીને અંદર ગયો પણ પગ લપસતા દરવાજાનો ભાલો છાતીમાં ઘૂસી ગયો અને નાના ભૂલકાનું મૃત્યુ થયું હતું.
પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ શરૂ કરી હતી. બીજી તરફ હર્ષના મૃત્યુ ને લઈને સમગ્ર પરિવાર શોકમાં ઘરકાવ થઈ ગયો છે. જોકે પરિવાર હાલ કઈ બોલી શકવાની હાલતમાં નથી કારણકે તેમણે તેમનો નાનો બાળક ગુમાવ્યો છે. પણ પરિવારજનો ચોક્કસ કહી રહ્યા છે કે તેઓએ તેમનું બાળક ગુમાવ્યું પણ તમામ વાલીઓએ તેમના બાળક રમવા જાય તો તેનું ધ્યાન રાખવું જરૂરી છે.