Home » photogallery » madhya-gujarat » ધન્વતંરી કોવિડ હોસ્પિટલમાં PPP કિટ સાથે ડાઇપર પહેરી 8 કલાકથી વધારે કામ કરે છે મેડિકલ સ્ટાફ

ધન્વતંરી કોવિડ હોસ્પિટલમાં PPP કિટ સાથે ડાઇપર પહેરી 8 કલાકથી વધારે કામ કરે છે મેડિકલ સ્ટાફ

  • 16

    ધન્વતંરી કોવિડ હોસ્પિટલમાં PPP કિટ સાથે ડાઇપર પહેરી 8 કલાકથી વધારે કામ કરે છે મેડિકલ સ્ટાફ

    પ્રણવ પટેલ, અમદાવાદ: ગુજરાત કોરોના મહામારી વચ્ચે રાજ્ય સરકાર અને ડીઆરડીઓનાં સંયુક્ત ઉપક્રમે અમદાવાદ શહેરના યુનિવર્સિટી કન્વેશન હોલમાં ધન્વતંરી કોવિડ હોસ્પિટલ ગણતરીના દિવસોમાં ઉભી કરવામાં આવી હતી . પરંતુ આજે આ હોસ્પિટલ ખરેખર અનેક દર્દીઓ માટે આર્શિવાદ રૂપ સાબિત થઇ છે . એક તરફ બેડ ન મળવા અને ખાનગી હોસ્પિટલમાં લાખો રૂપિયા બિલ સામે માત્ર ફીમાં અહીં સારવાર આપવામા આવી રહી છે.

    MORE
    GALLERIES

  • 26

    ધન્વતંરી કોવિડ હોસ્પિટલમાં PPP કિટ સાથે ડાઇપર પહેરી 8 કલાકથી વધારે કામ કરે છે મેડિકલ સ્ટાફ

    હોસ્પિટલ કામગીરીમાં સૌથી વધુ કોઇ મોટો ફાળો હોય તો અહીંના મેડિકલ સ્ટાફનો ભર ઉનાળે આટલી ગરમીમાં પણ પીપીપી કિટ સાથે ડાઇપર પહેરી કલાકો સુધી કામ કરી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 36

    ધન્વતંરી કોવિડ હોસ્પિટલમાં PPP કિટ સાથે ડાઇપર પહેરી 8 કલાકથી વધારે કામ કરે છે મેડિકલ સ્ટાફ

    આ અંગે ધન્વતંરી કોવિડ હોસ્પિટલના નર્સ પ્રિયા ચૌધરી કહી રહ્યા છે કે, અમારી જીંદગી કરતા અમારા દર્દીની જીંદગીનુ મહત્વ વધારે છે. જ્યારે પણ અમે મેડિકલ લાઇનમાં આવ્યા ત્યારે અમારો મુખ્ય એઇમમાં દર્દી પ્રથમ હોય રહે છે . આજે મારા સહિત અમારો સ્ટાફ 8 કલાકથી વધુ સમય પીપીપી કિટ પહેરી કામ કરે છે. પીપીપી કિટ પહેર્યા બાદ એક સમય પાણી પણ પી શક્તા નથી. તેમજ વોશ રૂમ પણ જઇ શકતા નથી. તેમજ અન્ય કોઇ એક્ટિવિટી થતી નથી. પીપીપી કિટ સાથે ડાઇપર પહેરી અમે કામ કરીએ છીએ. પીપીપી કિટથી અમને  રક્ષણ મળે છે તો સાથે દર્દીઓની પણ યોગ્ય સાર સંભાળ રાખી શકાય છે.

    MORE
    GALLERIES

  • 46

    ધન્વતંરી કોવિડ હોસ્પિટલમાં PPP કિટ સાથે ડાઇપર પહેરી 8 કલાકથી વધારે કામ કરે છે મેડિકલ સ્ટાફ

    ધન્વતંરી કોવિડ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો જયદીપ ગઢવીએ જણાવ્યુ હતુ કે, હોસ્પિટલના મેડિકલ સ્ટાફ સતત હોસ્પિટલમાં કોવિડના દર્દીઓ પાસે સારવાર આપવાની હોય છે. આથી તેઓ સતત કલાકો સુધી પીપીપી કિટ પહેરીને કામ કરે છે . આથી તેઓ વોશ રૂમ જઇ શક્તા નથી. તેથી તેઓ ડાઇપર પહેરી પીપીપી કિટ પહેરી કામ કરવા મજબૂર છે. કારણ કે, પીપીપી કિટ પહેર્યા બાદ તેઓ વારંવાર ઉતારી શક્તા નથી. કોરોના દર્દી મળવા ગયા બાદ કોરોના સંક્રમણ થઇ શકે છે. જેથી પીપીપી કિટ ઉતારવાની પણ એક રીત હોય છે . એકવાર પીપીપી કિટ ઉતાર્યા બાદ તે ફરી પહેરી શકાતી નથી. આથી પીપીપી કિટ સાથે ડોક્ટર, નર્સ અને મેડિકલ સ્ટાફ ડાઇપર પહેરી કામ કરે છે.

    MORE
    GALLERIES

  • 56

    ધન્વતંરી કોવિડ હોસ્પિટલમાં PPP કિટ સાથે ડાઇપર પહેરી 8 કલાકથી વધારે કામ કરે છે મેડિકલ સ્ટાફ

    શહેરની ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને જમાડવામાં પણ આવે છે. આ સાથે જ વૃદ્ધ દર્દીઓને પરિવારના સભ્યની માફક જ સારવાર કરવામાં આવે છે કારણ કે આવા કપરા સમયમાં સારવાર લઈ રહેલા દર્દીઓને માનસિક મનોબળ મજબૂત બને આ સાથે જ પરિવારની હૂંફ મળી રહે તે મુજબની સારવાર ધન્વન્તરી હોસ્પિટલની અંદર ફરજ બજાવી રહેલા ડોક્ટરો નિભાવી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 66

    ધન્વતંરી કોવિડ હોસ્પિટલમાં PPP કિટ સાથે ડાઇપર પહેરી 8 કલાકથી વધારે કામ કરે છે મેડિકલ સ્ટાફ

    આ સહિત ધન્વન્તરી હોસ્પિટલ osd તરીકેની જવાબદારી જેમના શીરે છે તેવા મહિલા આઈએએસ અધિકારી અંજુ શર્મા ડિસ્ચાર્જ થનારા દર્દીઓ સાથે સમયાતંરે વિડીયોકોલ મારફતે પણ વાત કરે છે. જેથી કરીને કોરોનાગ્રસ્ત દર્દી રાજીખુશીથી ધનવંતરી હોસ્પિટલની બહાર આવે આ સહિત આવનારા દિવસોમાં ધન્વન્તરી હોસ્પિટલમાં ગુજરાતી લોક કલાકારોના લાઈવ પર્ફોર્મન્સથી લઈને તેમના ગીતો પણ વગાડવામાં આવશે. જેથી કરીને સારવાર લઇ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓમાં પોઝિટિવીટીનો સંચાર થાય. આ ઉપરાંત મેડિકલ ક્ષેત્રના નિષ્ણાત ડોક્ટરો પણ અહીં વિઝીટ લઇ રહ્યા છે.

    MORE
    GALLERIES