

પંકજ શર્મા, અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરના 48 વોર્ડમાં કોરોના સંક્રમણ રોકવા રેપિડ એન્ટિજન ટેસ્ટ અભિયાન અને ધનવંતરી રથના માધ્યમથી લોકોના આરોગ્યની તપાસ અને સારવાર આપવામાં આવી રહી છે..જે અંતર્ગત અમદાવાદના બોપલ ઘુમાના વિવિધ વિસ્તારોમાં પણ ટેસ્ટિંગ અભિયાન ચાલી રહ્યું છે.. જે અંતર્ગત ધનવતરી રથ અને વિવિધ મેડિકલ ટીમ ઘરે ઘરે જઈને કોરોનાના લક્ષણો ધરાવતા શંકાસ્પદ લોકોના આરોગ્યની તપાસ અને એન્ટીજન કોવિડ19 ટેસ્ટિંગ કરી રહી છે..અત્યાર સુધીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બોપલ ઘુમાના 90 ટકા વિસ્તારમાં આ કામગીરી પૂર્ણ કરી લીધી છે.


આ અભિયાન અંતર્ગત છેલ્લા 25 દિવસમાં 10 હજારથી પણ વધુ લોકોના રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાયા છે, જે પૈકી 190 જેટલા લોકો પોઝિટિવ આવ્યા છે. જેઓને કોર્પોરેશન દ્વારા હોસ્પિટલમાં દાખલ કરી સારવાર આપવા સુધીની કામગીરી કરવામાં આવી છે. તાજેતરમાં 21-22 જુલાઈના રોજ એએમસી અને જિલ્લા પંચાયતની આરોગ્ય ટીમે બોપલ-ઘુમા વિસ્તારમાં 26 હજાર ઘર અને 80,000થી વધુ વસ્તી કવર કરી મેગા સર્વેની કામગીરી હાથ ધરી હતી.


એક ટીમમાં એક શિક્ષક અને એક હેલ્થ વર્કર ઘરે ઘરે ફરીને લોકોમાં કોરોનાના લક્ષણો છે કે કેમ તે અંગેની જાણકારી મેળવી ટેસ્ટીંગ અભિયાન હાથ ધર્યુ છે.આ ટેસ્ટિંગ અભિયાનમાં બોપલમાં આવેલ ધાર્મિક સ્થળને પણ આવરી લેવામાં આવ્યા છે.જેમાં બોપલ ઉમિયા માતા મંદિર, હનુમાન મંદિર તેમજ ઘુમા ગામનું ભીમનાથ મહાદેવ જેવા સ્થળોએ સેવા આપતા લોકોના પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.


જેમાં કેટલાક લોકો પોઝિટિવ આવ્યા હતા.ડૉ.રાહુલ સંઘવીના જણાવ્યા પ્રમાણે 10 હજારથી વધુ ટેસ્ટ થઈ ચૂક્યા છે..માં 1 થી બે ટકા જેટલા એટલે કે 180થી 190 જેટલા લોકો પોઝિટીવ આવ્યા છે..તેમની સારવાર ચાલી રહી છે.કોરોના વધુ ન ફેલાય તે માટે જરુરી એ છે કે લોકો સ્વયંભૂ આગળ આવે..લક્ષણો જણાય તો તુરંત ટેસ્ટ કરાવે.જેથી સંક્રમણ ફેલાતુ અટકાવી શકાય..અને સમયસર સારવાર મળી રહે.


જેમાં કેટલાક લોકો પોઝિટિવ આવ્યા હતા.ડૉ.રાહુલ સંઘવીના જણાવ્યા પ્રમાણે 10 હજારથી વધુ ટેસ્ટ થઈ ચૂક્યા છે..માં 1 થી બે ટકા જેટલા એટલે કે 180થી 190 જેટલા લોકો પોઝિટીવ આવ્યા છે..તેમની સારવાર ચાલી રહી છે.કોરોના વધુ ન ફેલાય તે માટે જરુરી એ છે કે લોકો સ્વયંભૂ આગળ આવે..લક્ષણો જણાય તો તુરંત ટેસ્ટ કરાવે.જેથી સંક્રમણ ફેલાતુ અટકાવી શકાય..અને સમયસર સારવાર મળી રહે.


એટલુ જ નહી વિવિધ સોસાયટીના ચેરમેન સાથે સંકલન કરી ટેસ્ટિંગ વ્યવસ્થામાં પણ મદદરૂપ બની શકાય તે માટે સેવાભાવથી કાર્ય કરી રહી છે.સાઉથ બોપલમાં સફલ પરિસર, સન સીટી, વ્રજરાજ , વ્રજવિહાર , ઓર્ચિડ એપાર્ટમેન્ટ સહિતની મોટા ભાગની સોસાયટીઓમાં આરોગ્ય સર્વે અને ટેસ્ટિંગ અભિયાન થઈ ચૂક્યુ છે.જ્યારે નોર્થ બોપલમાં હેપ્પી બંગ્લોઝ, ગાર્ડન પેરેડાઈઝ, સાંપ્રત રેસીડેન્સી, ઓમ વિહાર , વિભૂષા રોડ, શ્રીજી બંગ્લો સહિતની તમામ સોસાયટીમાં ટેસ્ટિંગ અભિયાન કરવામાં આવ્યુ હતુ.


સુપર સ્પ્રેડર માટે પણ એએમસી દ્વારા બોપલ નગરપાલિકાની ઓફીસમાં આવેલ રિલાયન્સ હોલ ખાતે ખાસ ટેસ્ટિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.જ્યારે દરરોજ સવારે 11 થી બપોરે 1 સુધી આ ટેસ્ટિંગ કરવામાં આવે છે.જેમાં ફેરિયાઓ, સલૂન ચલાવતા લોકો, શાકભાજીવાળા સહિતના લોકોના ટેસ્ટ થઈ રહ્યા છે.આ તમામ ટેસ્ટ વિનામૂલ્યે થઈ રહ્યા છે..જેથી લોકોને પણ ધન્વંતરિ રથ અને મેડિકલ ટીમની સેવાનો લાભ લેવા જણાવવામાં આવ્યું છે


આજરોજ બોપલમાં આવેલ પ્રાગટ્ય રેસીડેન્સી,આર્યન ગ્લોરિયા, ઘુમા પ્રાથમિક શાળા, સ્કાય સોલ , ભીમનાથ મહાદેવ, ઘુમા, સફલ પરિસર ક્રોસ રોડ,સુખાસન સર્કલ સહિતના વિસ્તારોમાં રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યા છે.જો કોઈ નાગરિકને તાવ, શરદી, ખાંસી , ગળામાં દુઃખાવો કે શ્વાસ લેવાની તકલીફ જણાય તો રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવવા અને ધનવંતરી રથનો સંપર્ક કરાવવા જણાવવામાં આવ્યુ છે.અથવા તો 104 હેલ્પલાઈન નંબર પર કોલ કરી કોરોના વિશે અને સારવાર માટે મદદ મેળવી શકાશે.