

અમદાવાદ : રાજ્યસભાના સાંસદ અને કૉંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું બુધવારે વહેલી સવારે 3.30 વાગ્યા અવસાન થયું છે. અહેમદ પટેલના અવસાનના પગલે શોક છવાઈ ગયો છે. અનેક નેતાઓ તેમના અવસાનથી વ્યથિત છે અને ધ્રૂસકે અને ધ્રૂસકે રડી પડ્યા છે.કાર્યકર્તાઓને હિરોમાંથી ઝીરો બનાવનારા કૉંગ્રેસના કિંગ મેકર જનતાની વચ્ચે નથી રહ્યા ત્યારે સૌને તેમની દફનવિધિમાં શામેલ થવાની ઇચ્છા છે.


દરમિયાન અહેમદ પટેલની દફનવિધિ ગુરૂવારે તેમના નિવાસસ્થાને પિરામણમાં થશે. આજે દિલ્હીથી ચાર્ટર્ડ પ્લેનમાં તેમના પાર્થિવ દેહને લઈ આવવામાં આવશે. વતન પિરામણના કબ્રસ્તાનમાં થશે અંતિમ વિધિ. દરમિયાન આજની રાત્રિએ તેમનો પાર્થિવ શરીર અંકલેશ્વરમાં હૉસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવશે.


આવતીકાલે કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ તેમના પાર્થિવ શરીરને દફન કરવામાં આવશે. પરિવાર પીપીઈ કીટ પહેરીને ઉપસ્થિત રહેશે. અહેમદ પટેલની અંતિમ ઇચ્છા હતી કે તેમની દફનવિધિ તેમના ગામ પીરામણ ખાતે જ કરવામાં આવે. જેને ધ્યાનમાં રાખીને ગામના કબ્રસ્તાનમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અહેમદ પટેલની ઈચ્છા હતી કે તેઓને તેમના માતા-પિતાની કબરની બાજુમાં દફન કરવામાં આવે. તેઓને તેમના માતા હવાબેન અને પિતા મહંમદભાઈની કબર નજીક દફન કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.


અહેમદ પટેલના નિધન પર કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)એ દુઃખ વ્યક્ત કર્યું છે. તેઓએ કહ્યું છે કે, મેં એક અરપિવર્તનીય કૉમરેડ, એક વફાદાર સહયોગી એન મિત્રને ગુમાવ્યા છે. સોનિયા ગાંધીએ લખ્યું છે કે, અહેમદ પટેલના રૂપમાં મેં એક સહયોગીને ગુમાવ્યા છે, જેમનું સમગ્ર જીવન કૉંગ્રેસ પાર્ટીને સમર્પિત હતું. તેમની ઈમાનદારી અને સમર્પણ, પોતાના કર્તવવ્ય પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા, તેઓ હંમેશા મદદ કરવા માટે તૈયાર રહેતા હતા. તેમનામાં ઉદારતાનો દુર્લભ ગુણ હતો, જે તેમને બીજાથી અલગ કરતા હતા.


અહેમદ પટેલને 2004 અને 2009ની લોકસભા ચૂંટણીમાં UPAની જીત માટેના અગત્યના રણનીતિકાર માનવામાં આવે છે. કૉંગ્રેસ અને UPAની અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હોવાના કારણે તેઓ મનમોહન સરકારના અનેક અગત્યના નિર્ણયોમાં નિર્ણાયક ભૂમિકા નિભાવતા હતા. નિયુક્તિઓ, પ્રમોશનથી લઈને ફાઇલો પર નિર્ણયો સુધી તેમનો સિક્કો ચાલતો હતો.


બીજેપી અધ્યક્ષ અમિત શાહ તથા અહેમદ પટેલની વચ્ચે જૂની અદાવત રહી. તે 2010થી વધી જ્યારે સોહરાબદ્દીન નકલી એન્કાઉન્ટ કેસમાં શાહને જેલ જવું પડ્યું. માનવામાં આવે છે કે તત્કાલીન UPA સરકારે અહેમદ પટેલના ઈશારા પર શાહને આ મામલામાં ઘેર્યા હતા. UPAના 10 વર્ષના શાસન દરમિયાન તેઓેએ જ મોદી અને શાહની જોડી પર નિશાન સાધવાની કેન્દ્રીય એજન્સીઓની પ્રત્યેક કાર્યવાહીમાં યોગદાન આપ્યું હતું. અહેમદ પટેલ.