

અત્યારના સમયમાં યુવક અને યુવતીઓ મેટ્રીમોનિયલ સાઈટ ઉપરથી જીવનસાથી પસંદ કરતા હોય છે. પરંતુ કેટલીક વખત યુવતીઓને રોવાનો વારો આવતો હોય છે. આવી જ એક મેટ્રીમોનિયલ સાઈટ (Matrimonial site) ઉપરથી યુવકો પસંદ કરતી યુવતીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો અમદાવાદના (Ahmedabad) પાલડી વિસ્તારમાં બન્યો છે. પહેલા યુવતી સાથે લગ્ન કરવાની લાલચ આપી લગ્ન કર્યા વગર જ રિસેપ્શન કરી યુવતી સાથે શારીરિક સબંધ બાંધીને ત્રાસ ગુજાર્યો હતો. (ઋત્વીજ સોની, અમદાવાદ)


હાલ અડાલજમાં રહેતી યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે 31મી માર્ચ 2018ના દિવસે મેટ્રીમોનિયલ સાઈટ પર તેનો સંપર્ક બોડકદેવ વિસ્તારમાં રહેતા એક યુવાન સાથે થયો હતો. બંનેના પરિવારજનો લગ્ન માટે ખુશ હોવાથી તેઓના લગ્ન નક્કી કર્યા હતા.


જો કે સગાઇ પહેલા અને સગાઇ બાદ પણ આરોપીએ આ યુવતીની સાથે બેથી ત્રણ વખત શરીર સબંધ બાંધ્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે લગ્નને લઇને વિવાદ થયો હતો. જો કે રિસેપ્શન બાદ લગ્ન કરવાનું નક્કી કરતા રિસેપ્શન કરવામાં આવ્યું હતું.


જો કે થોડા દિવસ બાદ બંને વચ્ચે અવર નવાર નાની નાની બાબતોને લઈને ઝઘડો થતો હતો. ફરિયાદીનો આરોપ છે કે આ આરોપી તેણે વારંવાર માર માર્યો હતો. એટલું જ નહિ તેની સાથે મરજી વિરુદ્ધ શરીર સબંધ પણ બાંધતો હતો.