સંજય ટાંક, અમદાવાદઃ દુધમાં થતી મિલાવટ અને ચોરીની સમસ્યાનો ઉકેલ અમદાવાદના વિદ્યાર્થીએ (Ahmedabad students) શોધી (Innovation) કાઢ્યો છે. જેમાં તેણે એવુ ડિવાઇસ (Device) તૈયાર કર્યુ છે. જેનાથી દુઘની ચોરી (milk theft) અને મિલાવટ થતા રોકી શકે. સાથે જ ઓએનજીસીમાં પણ પંપની પ્રોડક્ટીવીટી વધારવાનો વિકલ્પ પણ તૈયાર કર્યો છે.
ટ્રેડિશ્નલી ટેકનીક 100 ટકા કારગત નથી ત્યારે બનાસ ડેરીનો મંતવ્ય પુછ્યા બાદ આ પ્રકારનુ ડિવાઇસ બનાવવાની પ્રેરણા મીહીરને મળી અને તેઓએ આ ડિવાઇસ તૈયાર કર્યુ છે. હાલમા બનાસ ડેરીના 500થી વધુ ટ્રક્સમાં આ ડિવાઇસ ફીટ કરવામા આવ્યુ છે. બનાસ ડેરી ઉપરાંત પણ ઓએનજીસી સાથે મિહીર કામ કરી રહ્યા છે. ઓએનજીસી દ્વારા રિમોટ એરિયામાં શક્કર રોટ પંપ કે જે જમીનમાંથી ઓઇલ કાઢે છે.
આ પંપ ચાલુ છે કે બંધ છે તે જોવા માટે કંપનીના એમ્પલોઇએ પર્સનલી વિઝીટ કરવી પડે છે જેમાં નાણા અને સમયનો બગાડ થાય છે ત્યારે પરંતુ આ ડિવાઇસ લગાવવાથી પંપના વોલ્ટેજ, કરન્ટ, પાવર કન્ઝમ્પશન કેટલુ છે ઉપરાંત પંપ ચાલુ છે કે નહી તે જાણી શકાય છે અને તેવી પ્રોડક્વીટીવી વધારી શકાય છેહાલ તો મીહીર દ્વારા વિવિધ પ્રોજેક્ટ તૈયાર કરવામા આવ્યા છે અને બનાસ ડેરીએ પણ 500થી વધુ ટ્રકોમાં આ ડિવાઇસ ઇન્સટોલ કરાવ્યુ છે ત્યારે આગામી સમયમાં ઓઇલ કંપનીઓ પણ જો આ પ્રકારના ડિવાઇસ નંખાવે તો ચોરી થતી અટકી શકે છે.