Home » photogallery » madhya-gujarat » કોણ કહેશે આ ખિલખિલાટ ચહેરો જોઇ સવા મહિને ખેંચ આવી હતી તેને, ઇલેક્ટ્રિક શોક આપી બચાવ્યો ડૉક્ટર્સે જીવ

કોણ કહેશે આ ખિલખિલાટ ચહેરો જોઇ સવા મહિને ખેંચ આવી હતી તેને, ઇલેક્ટ્રિક શોક આપી બચાવ્યો ડૉક્ટર્સે જીવ

Ahmedabad Medical: બાળકને સતત 18 દિવસની સારવાર બાદ નવું જીવન આપવામાં ડોકટર્સને સફળતા મળી. સામાન્ય રીતે જવલ્લે જ જોવા મળતી આ ઘટના અમદાવાદમાં જોવા મળી. બાળક એક રાત્રે અચાનક એક ગંભીર રોગનો શિકાર થઈ ગયો, જેમાં બાળકને દૂધ પીવામાં અચાનક ખૂબ તકલીફ પડવા લાગી, વધારે રડવા લાગ્યો, શ્વાસ લેવામાં ઘણી તકલીફ પડવા લાગી, બાળકનું ભાન અચાનક ઓછું થઈ ગયું, અને છેવટે બાળક કોમામાં (Coma) સરી પડ્યો. અને એવી અતિ ગંભીર પરિસ્થિતિમાં બાળકને હોસ્પિટલમાં (Child Hospital) લાવવામાં આવ્યો.

विज्ञापन

  • 15

    કોણ કહેશે આ ખિલખિલાટ ચહેરો જોઇ સવા મહિને ખેંચ આવી હતી તેને, ઇલેક્ટ્રિક શોક આપી બચાવ્યો ડૉક્ટર્સે જીવ

    સંજય ટાંક, અમદાવાદ: મેડિકલ કિસ્સામાં જવલ્લેજ જોવા મળતી ઘટના અમદાવાદમાં (Ahmedabad) જોવા મળી.  સવા મહિનાનાં બાળકને એક રાત્રે અચાનક ખેંચ (epilepsy) આવવા લાગી. બાળક કોમામાં (Coma) સરી પડ્યું હોય તેવી સ્થિતિ ઉભી થઇ.  બાળકનાં હ્દયનાં ધબકારા ત્રણ વાર બંધ (Heartbit Stoped) પડી ગયા હતાં જેને 6 વાર કરન્ટ આપવા પડ્યા. ફેફસા સહિત અંગો કામ કરતા બંધ થઈ ગયા હતા. ડોકટર્સે આ ઘટનાને ચેલેન્જ તરીકે સ્વીકારી.

    MORE
    GALLERIES

  • 25

    કોણ કહેશે આ ખિલખિલાટ ચહેરો જોઇ સવા મહિને ખેંચ આવી હતી તેને, ઇલેક્ટ્રિક શોક આપી બચાવ્યો ડૉક્ટર્સે જીવ

    બાળકને સતત 18 દિવસની સારવાર બાદ નવું જીવન આપવામાં ડોકટર્સને સફળતા મળી. સામાન્ય રીતે જવલ્લે જ જોવા મળતી આ ઘટના અમદાવાદના  મેમનગરની ડીવાઇન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાઈલ્ડ હેલ્થમાં જોવા મળી છે. બાળક એક રાત્રે અચાનક એક ગંભીર રોગનો શિકાર થઈ ગયો, જેમાં બાળકને દૂધ પીવામાં અચાનક ખૂબ  તકલીફ પડવા લાગી, વધારે રડવા લાગ્યો, શ્વાસ લેવામાં ઘણી તકલીફ પડવા લાગી, બાળકનું ભાન અચાનક ઓછું થઈ ગયું, અને છેવટે બાળક કોમામાં સરી પડ્યો. અને એવી અતિ ગંભીર પરિસ્થિતિમાં બાળકને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો. ડો. હાર્દિક પટેલ અને ડો. દેવાંગ સોલંકીએ જણાવ્યું કે બાળકને ચકાસ્યું ત્યારે માલુમ પડ્યું કે, બાળકના ધબકારા અતિશય વધારે હતા. જેમાં બાળકનું હૃદય એક મિનિટમાં 300 વાર કરતાં પણ વધારે અતિ ઝડપે ધબકતું હતું. સામાન્ય રીતે આટલી ઉંમરે બાળકના ધબકારા 100 જેટલા હોવા જોઈએ.

    MORE
    GALLERIES

  • 35

    કોણ કહેશે આ ખિલખિલાટ ચહેરો જોઇ સવા મહિને ખેંચ આવી હતી તેને, ઇલેક્ટ્રિક શોક આપી બચાવ્યો ડૉક્ટર્સે જીવ

    બાળકના ધબકારા સતત અનિયમિત થઈ રહ્યા હતા, બાળકનું બીપી એટલું ઓછું થઈ ગયું હતું કે જેને માપવું પણ અશક્ય હતું. સાથે સાથે બાળકને ફેફસા ઉપર પણ ગંભીર અસરો થઇ હતી. બાળકમાં ઇન્ફેક્શનનું પ્રમાણ ઘણું વધારે હતું. અને આ તકલીફને કારણે બાળકના લીવર અને કિડની જેવા મહત્વના અંગો પણ  ફેઇલ થવા આવી ગયા હતા.

    MORE
    GALLERIES

  • 45

    કોણ કહેશે આ ખિલખિલાટ ચહેરો જોઇ સવા મહિને ખેંચ આવી હતી તેને, ઇલેક્ટ્રિક શોક આપી બચાવ્યો ડૉક્ટર્સે જીવ

    સારવાર દરમિયાન બાળકનું હૃદય ખુબ જ નાજુક પરિસ્થિતિમાં હતું. અને શરૂઆતના 48 કલાકમાં જ બાળકનું હૃદય ત્રણ ત્રણ વખત બંધ થઈ જવા છતાં પણ પંપીંગ કરીને ત્રણેય વખતે ચાલુ કરવામાં આવ્યું. આ ઉપરાંત હૃદયના ધબકારા છ છ વખત અનિયમિત થયા હતા છતાં પણ બાળકને છ છ વખત હૃદય પર કરંટ આપીને ધબકારા નિયમિત કરવામાં આવ્યા. જેને મેડિકલ ભાષામાં synchronised cardioversion કહેવાય. અને હૃદયના ધબકારા નિયમિત રાખવા માટે 4 પ્રકારના ઇન્જેક્શન સતત ચાલુ કરવામાં આવ્યા.

    MORE
    GALLERIES

  • 55

    કોણ કહેશે આ ખિલખિલાટ ચહેરો જોઇ સવા મહિને ખેંચ આવી હતી તેને, ઇલેક્ટ્રિક શોક આપી બચાવ્યો ડૉક્ટર્સે જીવ

    જે આ કેસનો સૌથી મોટો ચેલેન્જિંગ પોઈન્ટ હતો. સાત દિવસના અંતે બાળકે ઘણી ખરી રિકવરી બતાવવા લાગી. અને શરીરના નુકસાન થયેલા અંગો ધીરે-ધીરે સારી પરિસ્થિતિમાં આવવા લાગ્યા અને બાળકને વેન્ટિલેટર ઉપરથી બહાર કાઢવામાં આવ્યો. અને ધીરે ધીરે અંગો માટેના સપોર્ટની દવાઓ ઓછી કરવામાં આવી. અને છેવટે 18 દિવસના અંતે સતત ચાલતા જીવન મરણ વચ્ચેનાં બાળકનાં યુદ્ધનો અંત આવ્યો. અને બાળકને  નવું જીવન આપવામાં ડોકટર્સને સફળતા મળી.

    MORE
    GALLERIES