

Gujarat Corona Updates : રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘચાડો જોવા મળી રહ્યો છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના 958 નવા કેસ નોંધાયા છે જ્યારે 1309 દર્દી સાજા થયા છે. જ્યારે રાજ્યમાં વધુ 6 દર્દીનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંકડો 2,38,205 પર પહોંચ્યો છે.


24 કલાકમાં રાજ્યમાં અમદાવાદમાં 202, સુરતમાં 157, રાજકોટમાં 126, વડોદરામાં 128, ખેડામાં 33, મહેસાણામાં 31, કચ્છમાં 24, દાહોદમાં 23, ગાંધીનગરમાં 43, સાબરકાંઠામાં 17, બનાસકાંઠઆમાં 15, સુરેન્દ્રનગરમાં 16, મોરબીમાં 15, ભાવનગરમાં 15 કેસ નોંધાયા છે.


આ સાથે અમરેલીમાં 11, જૂનાગઢમાં 19, પંચમહાલમાં 10, ભરૂચમાં 9, જામનગરમાં 18, મહીસાગર, નર્મદા અને પાટણમાં 9-9, આણંદમાં 7, ગીરસોમનાથમાં 6, બોટાદમાં 3, દેવભૂમિ દ્વારકામાં 3, અરવલ્લી, છોટાઉદેપુરમાં 2-2, પોરબંદરમાં 2, ભાવનગર અને નવસારીમાં 1-1 કેસ નોંધાયા છે. આજે કુલ 958 કેસ સામે આવ્યા છે.


રાજ્યમાં હાલમાં કુલ 11040 દર્દીઓ એક્ટિવ કેસ તરીકે કાર્યરત છે. આ કેસ પૈકીના 63 કેસ વેન્ટિલેટર પર છે, જ્યારે 10977 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 222911 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે 4254 દર્દીઓનાં મોત થઈ ગયા છે.


દરમિયાન આજે અમદાવાદમાં 4 અને સુરતમાં 2 મળીને કુલ 6 દર્દીનાં મોત થયા છે જ્યારે રાજ્યનો રિકવરી રેટ 93.58 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 54,843 લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યની વસ્તીને ધ્યાનમાં રાખીને પ્રતિ મિલિયન 843.74 ટેસ્ટ કરવામાં આવ્યા છે. (અહેવાલની તમામ તસવીરો પ્રતિકાત્મક છે)