અમદાવાદ : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રથમ તબક્કામાં મનપાની ચૂંટણીઓ સમાપ્ત થઈ ગઈ છે. પ્રચાર અને છૂટની વચ્ચે કોરોનાના સંક્રમણની (gujarat coronavirus cases) જાણકારો આશંકા સેવી રહ્યા છે. મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં કોરોનાના કેસ વધતા મિનિ લૉકડાઉન છે. દરમિયાન રાજ્યમાં પણ 250ની નીચે આવી ગયેલા કેસની સંખ્યામાં હળવો ઉછાળો જોવા મળ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વેક્સિનેશની (Corona vaccination) વચ્ચે 315 નવા કેસ નોંધાયા છે. પ્રતિકાત્મક તસવીર
દરમિયાનમાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 72, વડોદરામાં 68, સુરતાં 52, રાજકોટમાં 42,કચ્છણાં 10 જામનગરમાં 9, ખેડામાં 7, ગાંધીનગરમાં 10, નર્મદામાં 6, દેવભૂમિ દ્વારકામાં 5, ગીરસોમનાથમાં 5, ગાંધીનગરમાં 5, જૂનાગઢમાં 6, સાબરાકાંઠામાં 4, અમરેલી, મહીસાગર, મોરબીમાં 3-3, આણંદ, તાપીમાં 2-2, ભરૂચ, ભાવનગર, દાહોદ, મહેસાણા, નવસારી, પંચમહાલમાં 1 મળીને કુલ 315 નવા કેસ નોંધાયા છે. આજે 272 દર્દી સાજા થઈને ઘરે ગયા છે.
રાજ્યમાં આજે અરવલ્લી, બનાસકાંઠા ભાવનહગર, બોટાદ, છોટાઉદેપુર, ડાંગ, પાટણ, પોરબંગદર, સુરેન્દ્ર અને વલસાડ એમ કુલ 10 જિલ્લામાં કોરોનાના એક પણ કેસ જોવા મળ્યા નથી. રાજ્યમાં કોવિડ-19ના 315 દર્દીૂઓ નોંધાયા છે અને રાજ્યભરમાંથી 272 દર્દીઓ સાજા થઈને પરત આવ્યા છે. રાજ્યમાં કોરોનાનો રિકવરી રપેટ 97.70 ટકા જેટલો છે.