

હર્મેશ સુખડિયા, અમદાવાદ: આમ તો સરકારી નીતિઓના કારણે ગુજરાતીઓના માથે કરોડો રૂપિયાનું દેવું તો છે જ પરંતુ અમદાવાદીઓએ પોતે કરેલી ભૂલના કારણે પણ ભારે દેવાના બોજ હેઠળ જીવી રહ્યા છે. અમદાવાદીઓના માથે માત્ર ટ્રાફિક વિભાગનું (Ahmedabad Traffic Fines Due) જ 112 કરોડનું દેવું હોવાનું સામે આવ્યું છે. ટ્રાફિક વિભાગ દ્વારા કરોડો રૂપિયાના મેમો બનાવી દીધા છે પરંતુ અમદાવાદીઓ એ દેવું ભરવામાં નીરસ હોવાનું સામે આવ્યું છે. શહેરમાં અધ્યાધુનીક ટેકનોલોજી વિકસાવવાનું આયોજન થયું હતું. જેના ભાગ રૂપે શહેરના અનેક સ્થળો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. જેના આધારે ઈ ચલણ બનાવવની શરૂઆત વર્ષ 2015 માં કરવામાં આવી હતી. પ્રતિકાત્મક તસવીર


ટ્રાફિક વિભાગના આંકડા મુજબ 112 કરોડથી વધારેની રકમનું દેવું અમદાવાદીઓ પર છે. જે રકમ હજી પણ ભરવાની બાકી છે. આ છેલ્લા ૫ વર્ષમાં અમદાવાદીઓએ 39 કરોડ જેટલી રકમ તો સરકારની તિજોરીમાં ભરી દીધી હોવાનું ટ્રાફિક ડીસીપી તેજસ પટેલ એ જણાવ્યું છે. પ્રતિકાત્મક તસવીર


ટ્રાફિક વિભાગે અત્યાર સુધી 37,80,975 મેમો જનરેટ કર્યા છે. જેનો કરોડો રૂપિયાનો દંડ આપવામાં આવ્યો છે. જેમાં સૌથી વધારે 10 કરોડથી વધારેની રકમ નો દંડ માત્ર સ્ટોપ લાઈન ભંગનો છે. તો એ બાદ અમદાવાદીઓએ હેલ્મેટ વગર વાહન ચલાવીને 1 કરોડની રકમના દંડિત થયા છે.


સવાલ હવે એ ઉઠી રહ્યો છે કે આટલી મોટી રકમનો દંડ કેવી રીતે સરકાર વસુલશે? તો તેના માટે ડીસીપી ટ્રાફિક ઇસ્ટ અને વેસ્ટ દ્વારા રીકવરી ટીમ બનાવી છે. જે કોઇપણ પોઈન્ટ પર રહે છે અને વાહન રોકી સોફ્ટવેરના માધ્યમથી ચકાસે છે. જો દંડ બાકી હોય તો તેની વસુલી સ્થળ પર જ કરે છે. આમ બંને ટીમ દ્વારા દરરોજ 1 લાખથી વધારેની રકમનો દંડ વસુલી રહી છે. તો સાથે સાથે જેના છેલ્લા ઘણા સમયથી દંડ બાકી હોય તેને નોટીસ મોકલી દંડ ભરવા માટે જણાવવામાં આવે છે. પ્રતિકાત્મક તસવીર