અમદાવાદ : ગુજરાતમાં હજી પણ કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. રાજ્યમાં (Gujarat corona update) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus) 1091નવા કેસ નોંધાયા છે. જેની સામે 1233 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 9 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3638 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં (SURAT Coronavirus updates) 239 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 1,59,726 નોંધાયા છે. જેમાંથી એક્ટિવ કેસ 14,436 છે. આજે રાજ્યમાં કુલ 52,141 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 88.68 ટકા છે. (પ્રતિકાત્મક તસવીર)
આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 173, અમદાવાદમાં 167, વડોદરામાં 76, રાજકોટમાં 71, સુરત જિલ્લામાં 66, જામનગર શહેરમાં 58, વડોદરામાં 43, મહેસાણામાં 38, રાજકોટમાં 36, ગાંધીનગર 27, જામનગરમાં 26, સુરેન્દ્રનગરમાં 21, સાબરકાંઠીમાં 20, અમરેલી અને ગાંધીનગરમાં 19-19, જૂનાગઠમાં 18, પાટણમાં 18, ભરૂચમાં 17, અમદાવાદ જિલ્લામાં 16, બનાસકાંઠામાં 15, કચ્છમાં 15 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત અન્ય જિલ્લાઓમાં 15 કરતા ઓછા કેસ નોંધાયા હતા. (પ્રતિકાત્મક તસવીર)
સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે રવિવારે વધુ 239 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 173 જયારે ગ્રામીણ વિસ્તારમાં 66 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 33927 પર પહોંચી છે, જયારે આજે 2 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 981 પર પહોંચ્યો છે, તેવામાં આજે 265 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે. (પ્રતિકાત્મક તસવીર)
કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 239 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 173 કેસ નોધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 24643 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 66 કેસ સાથે દર્દી સંખ્યા 9284 પર પહોંચી છે. (પ્રતિકાત્મક તસવીર)