અમદાવાદ: એક સાથે 5 લાખ રૂપિયાની (five lakh rupee) રકમ જો કોઈ જુએ તો થોડીવાર માટે તો કોઈનું પણ મન ડગી જાય એ રકમ લઈ લેવા માટે. પણ 108 એમ્બ્યુલન્સમાં (108 Ambulance) ફરજ બજાવતા કર્મચારીઓ પ્રમાણિકતાનું ઉદાહરણ (example of honesty) બન્યા છે. ઘટના ભાવનગરના (bhavnagar) પાલિતાણાની (palitana) છે પરંતુ આ 108ના કર્મચારીઓની પ્રમાણિકતાની ગુંજ અમદાવાદના કઠવાડામાં (kathavada) આવેલી 108ની હેડ ઓફિસમાં સંભળાઈ છે.
અહીં દવાખાના ઉપર જ યુવકના પરિવારજનોનો સંપર્ક સાધીને તેમને યુવક પાસેથી મળેલ 5 લાખની રોકડ રકમ તેમજ તેમની ચીજવસ્તુઓ પરત કરી એક ઉમદા સર્વશ્રેષ્ઠ પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ઉપરી અધિકારીઓ દ્વારા બંને કર્મચારીઓની પ્રમાણિકતાની નોંધ લઈને બિરદાવ્યા હતા. (108 એમ્બ્યુલન્સની પ્રતિકાત્મક તસવીર)
મહત્વનું છે કે દર વર્ષે આ પ્રકારે અકસ્માત દરમિયાન ફરજ બજાવવા ગયેલા 108ના કર્મચારીઓને અનેક આવી કિંમતી ચીજવસ્તુઓ મળી આવે છે જે વસ્તુઓ જે તે દર્દીઓના પરિવાર જનોને પરત આપવામાં આવે છે. અને આવી ઉમદા કામગીરી બદલ 108ના અધિકારીઓ દ્વારા કર્મીઓનું સન્માન કરવામાં આવે છે. (108 એમ્બ્યુલન્સની પ્રતિકાત્મક તસવીર)