1/ 7


ભરૂચ નજીક અંકલેશ્વર હાઇવે ઉપર ખાનગી બસને અકસ્માત નડ્યો હોવાની ઘટના બની છે. તૂટેલી એંગલને કારણે ખાનગી બસના ડ્રાઇવરે અચાનક બ્રેક મારતા બસ પલટી ખાઇ ગઇ હતી. જેના પગલે એક મુસાફરનું મોત નીપજ્યું હતું. જ્યારે 10થી વધારે લોકો ઘાયલ થયા હતા. અકસ્માતના પગલે હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. જ્યારે લોકોના ટોળા પણ સ્થળ ઉપર એકઠાં થયા હતા. પોલીસને જાણ થતાં જ પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચીને સ્થિતિને કાબુમાં લીધી હતી. (જય વ્યાસ, ભરુચ)
4/ 7


અચાનક બ્રેક મારવાના કારણે ખાનગી બસ પલટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં એક મુસાફરનું મોત નીપજ્યું હતું.