

ચંદ્રગ્રહણ 2020 (Chandra grahan 2020) : આજે શુક્રવારે 5મી જૂને વર્ષનું બીજું ચંદ્રગ્રહણ થશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ચંદ્રગ્રહણને ખૂબ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ખગોળ વિજ્ઞાનના મતે પૃથ્વી અને ચંદ્રમાએ એક સીધી રેખામાં આવે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. જેના કારણે પૃથ્વી પર ચંદ્ર દેખાતો નથી. જ્યોતિષ વિજ્ઞાનની કેટલી માન્યતા મુજબ ચંદ્રગ્રહણની કેટલીક માન્યતા છે. આ દિવસો દરમિયાન કેટલાક કામ કરવા જોઈએ અને કેટલાક કામ ન કરવા જોઈએ. જ્યારે કેટલાક એવા કામ છે જે કરવા જોઈએ જેનાથી સારૂં પરિણામ પણ મળે છે.


શું ન કરવું ? ગ્રહણ સમયે વાળમાં તેલ ન લગાડવું જોઈએ. દરમિયાન ખાવુ પીવુ નહીં. આઈ ઉપરાંત શારીરિક સંબંધ ન બાંધવો જોઈએ. આ ઉપરાંત બ્રશ ન કરવું જોઈએ. ગ્રહણ દરમિયાન કપડાં ન ધોવા જોઈએ અને તાળું પણ ન ખોલવું જોઈએ.


અન્નગ્રહણ ન કરવું : ગ્રહણ દરમિયાન અન્નગ્રહણ ન કરવું જોઈએ નહીં તો નરકમાં સ્થાન મળે છે. ગ્રહણ દરમિયાન ભગવાનની મૂર્તિને અડકવી જોઈએ નહીં. ગ્રહણ દરમિયાન ત્રણ કલાક સુધી ભોજન ન લેવાનો નિયમ છે. સ્કંદ પુરાણ મુજબ બીજાનું અનાજ અથવા ભોજન ખાવાથઈ પુણ્ય ફળોનો નાશ થાય છે. દરમિયાન કોઈ પણ શુભકામ ગ્રહણ દરમિયાન કરવું જોઈએ નહીં અને મનમાં ઇશ્વરનું સ્મરણ પણ કરવું નહીં