1/ 31


લોકસભાની કુલ 542 સીટમાંથી 538 સીટના પરિણામ સામે આવી ચૂક્યાં છે. અત્યાર સુધી આમાંથી 302 સીટ ભાજપે જીતી છે, જ્યારે એક પર હજુ તે આગળ છે. કોંગ્રેસના ભાગમાં માત્ર 52 સીટો આવી છે. યુપીની વાત કરીએ તો કુલ 80માંથી 62 સોટ પર ભાજપને જીત મળી છે, જ્યારે એનડીએમાં તેના સાથી દળને પણ 2 બેઠક મળી છે. અખિલેશ યાદવની સપા માત્ર 5 સીટ પર જ જીતી શકી છે, જ્યારે માયાવતીની બસપા 10 સીટ પર જીતી છે. કોંગ્રેસ પોતાનો ગઢ અમેઠી ગુમાવ્યું છે અને માત્ર એક સીટ રાયબરેલી જ તેના ભાગમાં આવી છે. જ્યારે બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશમાં ભાજપનો ગઢ વધુ મજબૂત બન્યો છે.
3/ 31


બિહારની કુલ 40 સીટોમાંથી 17 ભાજપ, 16 જેડીયુ અને 6 એલજેપીને મળી છે. કોંગ્રેસના ભાગમાં માત્ર 1 સીટ આવી છે.