

યૂપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ ઘણા કારણોસર ચર્ચામાં રહે છે. એક બાજુ તે બીજેપી ઉપર પ્રહાર કરી રહ્યા છે તો બીજી તરફ પોતાની સાથે એક ખાસ વ્યક્તિને લઈને ફરી રહ્યા છે. આજકાલ અખિલેશની સાથે મંચ ઉપર સીએમ યોગી આદિત્યનાથ જેવો દેખાતો સુરેશ ઠાકુર જોવા મળે છે. ઘણી વખત લોકો તેને પાછળીથી જુવે છે તો બધા તેને યોગી જ માને લે છે. તે ફક્ત યોગી આદિત્યનાથ જેવો દેખાતો નથી કપડા પણ તેવા ભગવા રંગના પહેરે છે. સુરેશ ભગવાન બુદ્ધનો અનુયાયી છે.


અખિલેશ પોતાની દરેક મીટિંગમા નેતાઓને સુરેશનો પરિચય કરાવે છે. અખિલેશ તેને લઈને અયોધ્યા અને બારાબંકી પણ ગયા છે. સમાજવાદી પાર્ટી તરફથી મળી રહેલા માન સન્માનથી ગદગદ સુરેશ કહે છે કે તેનું જીવન અખિલેશને સમર્પિત છે.


આ વિશે જ્યારે સુરેશને પુછવામાં આવ્યું કે તમે યોગી આદિત્યનાથ જેવા કેમ કપડા પહેરો છો. તો તેનો જવાબ હતો કે આ મારી વેશભુષા છે. સુરેશે પોતાના વિશે જણાવ્યું હતું કે તે લખનઉનો રહેવાસી છે અને પંપ ઓપરેટરનું કામ કરે છે. સુરેશને આ નોકરી 2011માં મળી હતી. ત્યારે માયાવતી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા.જોકે સપ્ટેમ્બર 2017માં સુરેશને નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બની ચૂક્યા હતા.