

એરલાઇન્સ (Airlines) હવે જહાજની વચ્ચેની સીટ ખાલી રાખવી પડશે. સિવિલ એવિએશન રેગ્યુલેટર DGCA યાત્રીઓની સુરક્ષાને લઇને સુપ્રીમ કોર્ટના સૂચનો પછી આ નિર્ણય લીધો છે. જો કે તેમાં કેટલીક છૂટ પણ આપવામાં આવી છે. નવી ગાઇડલાઇન્સ મુજબ એરલાઇન્સને વચ્ચેની સીટ ખાલી રાખવાનો પ્રયાસ કરવાનું કહ્યું છે. અને જો આવું સંભન ના થાય તો વચ્ચે વાળી સીટના યાત્રીને એક શરીરને કવર કરતો ગાઉન આપવાની વાત કરવામાં આવી છે. આ કવરને કાપડ મંત્રાલય દ્વારા જે માપદંડ નક્કી કરવામાં આવશે તે મુજબ બનાવવામાં આવશે.


જો કે એક જ પરિવારના સદસ્ય હોય તો સાથે બેસવાની છૂટ આપવામાં આવી છે. આ સિવાય તમામ યાત્રીઓ દ્વારા સુરક્ષા કિટના નિયમોનું પાલન કરવાનું રહેશે. જેમાં માસ્ક, ફેસ શીલ્ડ અને સેનેટાઇઝર પાઉચ સામેલ હશે. આ નવી ગાઇડલાઇન્સ 3 જૂનથી લાગુ થશે.


સર્વોચ્ચ ન્યાયાલયના યાત્રીઓની સુરક્ષા કરવા માટે સરકાર અને DGCAના રવૈયા પર સવાલ ઊભા કર્યા હતા. જે પછી નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 26 મેના રોજ એક વિશેષજ્ઞની સમિતિનું ગઠન કર્યું હતું. આ વિશેષજ્ઞની સમિતિએ સ્વાસ્થય સંબંધી પ્રોટોકોલની સમીક્ષા કરીને નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પોતાના સૂચનો સોંપ્યા હતા. આ સૂચનોમાં સીટ ખાલી છોડવા સિવાય અન્ય સૂચનો પણ કરવામાં આવ્યા છે. જેમાં તમામ યાત્રીઓને એરલાઇન્સ દ્વારા સુરક્ષા કિટ પ્રદાન કરવાની વાત કરવામાં આવી છે. આ કિટમાં માસ્ક, ફેસ શિલ્ડ અને સેનેટાઇઝર પાઉચ સામેલ હશે.


આ સૂચનો મુજબ જ્યાં સુધી કોઇ ગંભીર સ્વાસ્થય કારણ ના હોય ત્યાં સુધી કોઇ પણ યાત્રીને ભોજન કે પીણું વિમાનમાં ન આપવાની વાત કરી છે. યાત્રીઓનું બોર્ડિંગ અને ડિ બોર્ડિંગ બંને એક સાથે ન કરતા ચરણોમાં કરવાનું કહેવામાં આવ્યું છે. સાથે જ વિમાનમાં એર કંડિશનિંગ સિસ્ટમને પણ તે રીતે સેટ કરવાનું કહેવામાં આવ્યું છે જેનાથી હવાને સૌથી ઓછા અંતરાલમાં બદલી શકાય.


વળી દરેક યાત્રાને સમાપ્ત કર્યા પછી વિમાન સેનેટાઇઝેશનના નિયમોનું પાલન કરવું પડશે. જો કે ટ્રાંઝિટ ફ્લાઇટમાં વિમાનમાં જે સીટો ખાલી હોય બસ ત્યાં જ સેનેટાઇઝ કરવાનું સૂચિત કરવામાં આવ્યું છે. વળી દિવસના અંતે દરેક વિમાનને ડીપ ક્લીન કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. વિમાનમાં શૌચાલયને વારંવાર સાફ કરવાનું પણ કહેવામાં આવ્યું છે. વળી એરલાઇન્સને નિયમિત રૂપે તેના તમામ ચાલક દળનું સ્વાસ્થય પરીક્ષણ કરાવવું પડશે. આ સિવાય તમામ કેબિન ક્રૂ અને ફૂલ ગિયર સુરક્ષાત્મક સુટ આપવાનું કહેવામાં આવ્યું છે.