નવરાત્રી કાલથી શરૂ થાય વી રહી છે. આ નવરાત્રીએ ભલે તમને ગરબા રમવા મળે કે ના મળે. પણ પોતાના ઘરમાં તમને સરસ મજાના તૈયારથી એક ફોટો તો ચોક્કસથી પડાવી શકો છો. નવરાત્રી આવવાની સાથે જ અનેક મહિલાઓ તેમના સ્કીન ટોન અને ચહેરાની રંગતને લઇને વધુ સભાન થઇ જાય છે. તો જો આ નવરાત્રીમાં તમે તમારા ચહેરોનો Glow કરવા માંગો છો તો તમારે રોજ આ બ્યૂટી રૂટિન ફોલો કરવાનું રહેશે. જો કે આ બ્યૂટી રૂટિન ખૂબ જ સરળ છે. અને જો તમે તેને હંમેશા માટે પણ ફોલો કરશો તો પણ તમારા ચહેરાને તેનાથી લાભ થશે.
આ પછી રાતે સૂતા પહેલા ફરીથી કાચા દૂધને તમારા ચહેરા પર લગાવો અને 10 મિનિટ આમ જ રહેવા દો. અને પછી મસાજ કરી ચહેરો પાણીથી સાફ કરી લો. આ પછી અડધું કેળી અને એક ચમચી મધ નાખી આ ક્રશ કેરલી પેસ્ટથી ચહેરા પર હળવા હાથે મસાજ કરો. તે પછી 10 મિનિટ પછી ચહેરો સાફ કરી લો. અને હવે ચહેરા પર એલોવેરા, ગ્લિસરીન અને લીંબુનું મિશ્રણ લગાવો. એક ચમચી એલોવેરા જેલમાં 3 ટીપા ગ્લિસરીન અને 2-3 ડ્રોપ લીબુ નાંખી મિક્સ કરો અને આ પેસ્ટ ચહેરા પર લગાવી સુઇ જાવ.