Yoga by bollywood actresses: બૉલીવુડની આ હસીનાઓ ફિટ રહેવા માટે કરે છે યોગ,જુઓ ફોટો
આજે (21 જૂન) વિશ્વભરમાં 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2022' (International Yoga Day 2022) ની ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. યોગ વ્યક્તિને સ્ટ્રેસ ફ્રી અને આખો દિવસ એનર્જેટિક રાખે છે. દરરોજ થોડી મિનિટો યોગાભ્યાસ એ શરીર અને મન બંને માટે તણાવ દૂર કરવા માટે એક સરસ રીત હોઈ શકે છે. યોગની મુદ્રાઓ, પ્રાણાયામ અને ધ્યાન તણાવ દૂર કરવા માટે અસરકારક પદ્ધતિઓ છે. ઇન્ડસ્ટ્રીની મોટાભાગની હસીનાઓ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)થી લઇ મલાઇકા અરોરા સુધી યોગથી પોતાને ફિટ રાખે છે. ચાલો આજે નજર કરીએ યોગથી ફિટ રહેતી બોલિવૂડની હસીનાઓ પર