ઇડલી: વર્ષ 2022માં સાઉથ ઇન્ડિયન રેસિપી લોકોએ ખૂબ પસંદ કરી જેમાં ખાસ કરીને ઇડલી મેનુમાં સૌથી ફર્સ્ટ રેન્ક પર રહી. મોટભાગના લોકો બ્રેકફાસ્ટમાં ઇડલી બનાવીને ખાતા હોય છે. આ એક એવી રેસિપી છે જે તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. ઘણાં લોકો ઇડલીને ડિનરમાં પણ બનાવીને ખાતા હોય છે. ઇડલી સાથે સંભાર અને ચટણી હોય તો ખાવાની મજ્જા પડી જાય છે.