તાડાસન: આસન કરવાની પ્રક્રિયા: - તમારા બંને પગને એક સાથે રાખીને હાથને શરીરની બાજુઓ પર રાખીને સીધા ઉભા રહો.- ધીમે ધીમે તમારા હાથને પકડો. હવે હાથને માથાની ઉપર ઉઠાવો અને સ્ટ્રેચ કરવાનો પ્રયાસ કરો. એડીઓ ઊંચી કરીને આ શક્ય છે.- 10થી 20 સેકંડ આવી જ સ્થિતિમાં રહો.- હવે શ્વાસ બહાર કાઢો અને ધીમે ધીમે મૂળ સ્થિતિમાં પાછા આવો.- આવું 3 થી 5 વખત કરો
અર્ધ મત્સ્યેન્દ્રાસન: - પગ લંબાવીને ટટ્ટાર બેસો. - ધીમે-ધીમે જમણા પગને અંદરની તરફ વાળીને ડાબા નિતંબ પાસે રાખો, પછી ડાબો પગ વાળીને જમણા પગની બીજી બાજુ મૂકો. - હવે જમણા હાથને ઘૂંટણની નજીક લઈ જઈને, ડાબા ઘૂંટણ અથવા અંગૂઠાને પકડવાનો પ્રયાસ કરો. ડાબા હાથને કમરની પાછળ લો અને પાછળ વળી જાઓ. -10-20 સેકંડ માટે આ રીતે રહો - હવે આવી જ પ્રક્રિયા ડાબા પગને વાળી કરો - હવે ધીરે ધીરે શ્વાસ છોડો અને શરૂઆતની સ્થિતિમાં પાછા આવો - આવું 3થી 5 વખત કરો
મેરુ દંડાસન: આસન કરવાની પ્રક્રિયા: - તમારી પીઠ પર સુઈ જાવ. - ધીમે ધીમે તમારા હાથને ખભાની બાજુએ અથવા શરીરના જમણા ખૂણા તરફ લઈ જાઓ. - હવે ધીરે ધીરે શ્વાસ લો અને જમણા પગને ઘૂંટણથી વાળો અને જમણા પગને ડાબા ઘૂંટણ પર મૂકો. - શ્વાસ બહાર કાઢો અને શરીરના નીચેના ભાગને કમરથી ડાબી બાજુ અને શરીરના ઉપરના ભાગ અને માથાને જમણી બાજુ તરફ ફેરવો. 10-20 સેકંડ સુધી આ સ્થિતિમાં રહો. શ્વાસ અંદર લો અને મૂળ પોઝિશન પર પાછા આવો. - ડાબા પગથી પણ આ જ રીતે કરો
ગૌમુખાસન: આસન કરવાની રીત: - તમારા પગને આગળ ખેંચી લાવો. - ડાબા પગને ઘૂંટણ પર વાળો અને તેને શરીરની નજીક લાવો. તમારા જમણા ઘૂંટણને ઉપર ઉઠાવો અને ડાબા પગને જમણી જાંઘની નીચે રાખો, એવી રીતે કે તે માત્ર નિતંબને સ્પર્શે. - અંગૂઠો અને પગનો ભાગ જમીનને સ્પર્શતા હોવા જોઈએ. - જમણા પગને ડાબી જાંઘ પર ક્રોસ કરો. - જમણા પગને ડાબા નિતંબની નજીક મૂકો. જમણી એડી ડાબા નિતંબને સ્પર્શતી હોવી જોઈએ - જમણા અને ડાબા ઘૂંટણને એક બીજાની ઉપર રાખો. - માથું અને પાછળના ભાગને સીધો રાખવાનો પ્રયત્ન કરો. - ડાબી કોણીને ફેરવો અને ડાબા હાથને પીઠની પાછળ એવી રીતે લાવો કે કોણી નીચે તરફ પોઇન્ટ કરે. - કોણીને શક્ય હોય ત્યાં સુધી કરોડરજ્જુની ઉપરની તરફ ધકેલો. - જમણા હાથને સીધો ઉપર ઉઠાવો જેથી તે જમણા કાનને સ્પર્શે - કોણીને વાળીને કોણીને જમણા ખભાની ઉપરથી નીચે લાવો. - ડાબા હાથ સુધી પહોંચવાનો પ્રયાસ કરો. - હવે બંને હાથની તર્જની આંગળીઓને લોક કરો. - ગરદન, માથું અને કરોડરજ્જુને ટટ્ટાર રાખવાનો પ્રયત્ન કરો. - સામે જુઓ અને થોડી સેકંડ માટે આ પોઝમાં રહો - શરૂઆતની સ્થિતિમાં પાછા ફરો. - રિવર્સ પોઝિશનમાં ફરીથી આ રીતે કરો.
શવાસન: આસન કરવાનો પ્રક્રિયા - આરામથી તમારી પીઠ પર સીધા સૂઈ જાઓ. - પગ વચ્ચે લગભગ દોઢ ફૂટનું અંતર રાખો. - તમારા શરીરથી છ ઇંચના અંતરે હાથને સીધા રાખી જમીન પર મૂકો. - હથેળીઓને ઉપરની તરફ આવવા દો, આંગળીઓને હળવેથી વળેલી રહેવી જોઈએ અને આંખો બંધ રાખવી જોઈએ. - થોડા સમય સુધી આવી રીતે રહ્યા બાદ સામાન્ય સ્થિતિમાં પાછા ફરો.
સેતુ બંધાસન: આસન કરવાની રીત - હાથ અને પગ એક સાથે રાખીને પીઠના બળે સૂઈ જાઓ. - ધીમે ધીમે તમારા પગને ફોલ્ડ કરો અને તેને તમારા હિપ્સની નજીક લાવવાનો પ્રયાસ કરો. - હવે શ્વાસ લેતી વખતે ધીમે ધીમે તમારા હિપ્સને શક્ય તેટલા ઉપર ઉઠાવવાનો પ્રયત્ન કરો. - જો શક્ય હોય તો પગની ઘૂંટીને પકડી રાખવાનો પ્રયત્ન કરો અને 12-20 સેકંડ સુધી સ્થિતિમાં રહો. હવે શ્વાસ છોડતી વખતે ધીમે ધીમે પરત ફરો - પગને આગળ ખેંચો અને પાછા મૂળ પોઝિશન પર આવો. - આ આસનનું 3થી 5 વખત પુનરાવર્તન કરો
ઉત્તન પદાસન: આસન કરવાની પ્રક્રિયા: - તમારી પીઠના બળે હાથ અને પગ એકસાથે રાખી સૂઈ જાઓ. - ધીરે ધીરે શ્વાસ લો અને પગને 30 ડિગ્રીના ખૂણા સુધી ઉઠાવવાનો પ્રયત્ન કરો અને 5-10 કાઉન્ટ કરી આ સ્થિતીમાં રહેવાનો પ્રયાસ કરો. શ્વાસ બહાર કાઢો અને મૂળ સ્થાને પાછા આવો. - હવે ધીરે ધીરે શ્વાસ લો અને પગને 60 ડિગ્રીના ખૂણા સુધી ઉપર ઉઠાવો અને 5-10 સેકંડ સુધી આ સ્થિતિમાં રહો. ત્યારબાદ શ્વાસ બહાર કાઢો અને મૂળ સ્થાને પાછા આવો.
અર્ધ શલભાસન: આસન કરવાની પ્રક્રિયા: - પહેલા પેટના બળે સુઈ જાવ હવે પગ એકબીજા નજીક રાખો - બંને હથેળીઓને જાંઘની નીચે અથવા જાંઘની બાજુમાં મૂકો. શ્વાસ અંદરની તરફ ખેંચો અને આરામદાયક મુદ્રામાં જમણા પગને ઉપર ઉઠાવો અને 10-20 સેકંડ સુધી આ સ્થિતિમાં રહેવાનો પ્રયાસ કરો. શ્વાસ બહાર કાઢો અને ધીમે ધીમે મૂળ સ્થિતિ પર પાછા આવો.- ડાબા પગથી પણ આ જ રીતે કરો.- જમણા અને ડાબા પગ સાથે વારાફરતી 3-6 વખત આ આસન કરો.
ભુજંગાસન: આસન કરવાની પ્રક્રિયા: - તમારા પેટ પર સૂઈ જાઓ. બંને હાથ અને બંને પગ એકબીજાની પાસે રાખો - ધીમે ધીમે હાથને ખભાની નીચે લાવો અને હડપચીને જમીન પર મૂકો.- હવે શ્વાસ લેતી વખતે ધીમે ધીમે માથું, ગરદન અને શરીરના ઉપરના ભાગની કોણીથી ઉપર ઉઠાવવાનો પ્રયાસ કરો અને વળાંક લો. હાથ પર વધુ દબાણ લાવ્યા વિના ઉપર ઉઠવાનો પ્રયાસ કરો. - 10-20 સેકંડ સુધી આ આ રીતે રહો અને ત્યારબાદ ધીમે ધીમે શ્વાસ છોડો. ફરી પહેલાની સ્થિતિમાં આવી જાવ. - આ આસન 3થી 5 વખત કરો
ધનુરાસન: આસન કરવાની પ્રક્રિયા: - બંને હાથ અને પગ એકબીજા સાથે રાખીને તમારા પેટ પર સૂઈ જાઓ. - ધીમે ધીમે તમારા પગને ઘૂંટણના સાંધેથી ફોલ્ડ કરો અને તેને હિપ્સની નજીક લઈ જાઓ. - પગની ઘૂંટીને બંને બાજુથી પકડવાનો પ્રયાસ કરો. - હવે ધીરે ધીરે શ્વાસ લો અને હાથને સીધા કરીને પગને પાછળ ખેંચવાનો પ્રયત્ન કરો અને શરીરના ઉપરના ભાગને ઉપર ઉઠાવવાનો પ્રયાસ કરો. - 10-20 સેકંડ સુધી આ સ્થિતિમાં રહો - ધીમે-ધીમે શ્વાસ બહાર કાઢો અને પહેલાની સ્થિતિમાં પાછા આવો