

ઔદ્યોગિકરણ (Industrialisation) અને શહેરીકરણ (Urbanisation) કેટલાક તેવા કારણો છે જે પર્યાવરણ (Environment)ની બગાડવાના કારણ બને છે. કોરોના લોકડાઉનના કારણે હાલ જ્યારે તમામ વસ્તુઓ બંધ હતી તો ફરી નદીઓ, હવા સ્વચ્છ થયા હતા અને પ્રકૃતિ શોળે કળાએ ખીલી હતી. આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. અને હાલના ગ્લોબલ વોર્મિંગના સમયમાં પર્યાવરણનું સંરક્ષણ તે આપણા તમામની જવાબદારી બને છે. કારણકે પર્યાવરણ સુરક્ષિત હશે તો જ આપણે પણ સુરક્ષિત રહીશું.


દર વર્ષે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પણ એટલા માટે જ થાય છે કે આપણે આ વાતનું મહત્વ ભૂલી ના જઇએ. આ વખતે તેની થીમ જૈવ વિવિધતા રાખવામાં આવી છે. ત્યારે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી તમે ઘરમાં કેટલાક નાના ફેરફારો કરીને કરી શકો છો. ચલો આ અંગે અમે તમને કેટલીક ટિપ્સ આપીએ.


લોકડાઉનમાં બાલ્કનીનું શું મહત્વ છે તે આપણે બધા સમજી ચૂક્યા છીએ. ત્યારે તમારા આંગણામાં કે બાલ્કનીમાં તમે નાના છોડા વાવી શકો છો. જેનાથી તાજી હવા પણ મળશે અને ફૂલના છોડને જોઇને તમને સકારાત્મક ખુશી પણ મળશે. વળી તુલસી જેવા છોડ ઘરમાં વાવવાથી સ્વાસ્થય લાભો પણ તમે મેળવી શકો છો.


ઘરમાં કોઇ નવી વસ્તુ લાવતા પહેલા એક વાર વિચાર જરૂર કરો શું જૂની કોઇ વસ્તુને રી સાઇકલ કરીને નવું બનાવી શકાય છે. આજકાલ લોકો જૂની બોટલનો ઉપયોગ કરી, ટાયરનો ઉપયોગ કરીને પણ ફર્નિચર બનાવતા હોય છે. રિસાયકલ કરેલી આવી જ વસ્તુઓ ઉપયોગ કરી તમે પણ પર્યાવરણના રક્ષક બની શકો છો.


પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો. ઘરમાં આપણે સૌથી વધુ પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. શક્ય હોય તેટલો તેને ટાળો. વળી પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો પણ પડે તો તેવી પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યો જે બાયોડિગ્રેડેબલ હોય.


થૂંકવાની આદત છોડો. અને લોકોને થૂકવાની ખૂબ જ ખરાબ આદત હોય છે. અને કોરોના સમયે થૂંકવાથી તમે તમારું અને તમારા આસપાસના લોકોનું મોટું નુક્શાન કરી રહ્યા છો. સાથે જ જયસંચય કરતા શીખો. ઘરમાં પાણી ટપકે છે તો તેને રોકો. પાણીનો ખોટો વ્યય ન થાય તેનું ધ્યાન રાખો. વિજળી પણ બચત કરો અને જરૂર ના હોય તો ખોટો બગાડ કરવાનું ટાળો.