Indra Krishnamurthy Nooyi એ મહિલાઓમાંથી એક છે જેમને વિશ્વભરમાં ભારતનું નામ રોશન કર્યુ છે. વર્તમાનમાં તેઓ પેપ્સિકો કંપનીના સીઇઓ છે અને એમનું નામ દુનિયાના પ્રભાવશાળી મહિલાઓમાં સ્થાન છે. આ આંતરરાષ્ટ્રીય બચાવ સમિતી, કેટ્લિસ્ટના બોર્ડના એક સદસ્ય છે અને વર્તમાનમાં યુ એસ ભારત વ્યાપાર પરિષદમાં સમાધ્યક્ષના રૂપમાં તેઓ સેવાઓ આપી રહ્યા છે. મહેનતથી એમને જોરદાર સિદ્ધિ હાંસલ કરી છે. વર્ષ 2007માં પદ્મભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. આટલું જ નહીં..દુનિયાના અમીર મહિલાઓમાં નામ છે, જે એક દેશ માટે ગર્વની વાત છે.
કિરણ મજમૂદાર શો એક ભારતીય અરબપતિ ઉદ્યોગસાહસિક છે, જે બેગલુર સ્થિત બાયકોન લિમિટેડના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર છે. તેઓ ભારતીય પ્રબંધન સંસ્થાન બેંગલુરના પૂર્વ અધ્યક્ષ રહી ચુક્યા છે. 2019માં ફોર્બ્સે એમને દુનિયાના સૌથી શક્તિશાળી મહિલાઓના નામમાં શામેલ કર્યા હતા. આ સિવાય બીજા અનેક ક્ષેત્રોમાં તેઓ બહુ આગળ છે. પદ્મ શ્રીથી લઇને બીજા અનેક પ્રકારના એવોર્ડ એમને મળ્યા છે. Image : Instagram/ kiranmazumdar_shaw
વંદના લૂથરા (Vandana Luthra) એક ફેમસ ભારતીય બિઝનેસ વુમન છે, જે VLCC હેલ્થ કેર લિમિટેડના સંસ્થાપક છે. આ બ્યૂટી એન્ડ વેલનેસ સેક્ટર સ્કિલ એન્ડ કાઉન્સિલના ચેરપર્સન પણ છે. લૂથરાને એક ફોર્બ્સ એશિયાના 2016ના 50 પાવર બિઝનેસવુમનની લિસ્ટમાં 26મું સ્થાન મળ્યુ હતુ. વીએલસીસીના સંચાલન દક્ષિણ એશિયા, દક્ષિણ પૂર્વ એશિયા, જીસીસી ક્ષેત્ર અને પૂર્વ આફ્રિકાના 13 દેશોના 153 શહેરોમાં 326મું સ્થાન પર ચાલી રહ્યું છે, જેમાં 4000 કર્મચારીઓ કામ કરે છે. Image: Instagram/ vandana.luthra