ફોનનું ચાર્જર રાખો: ઘણી વાર મહિલાઓ કામમાં સતત વ્યસ્ત રહેવાને કારણે ફોનનું ચાર્જર ભૂલી જતી હોય છે. તમારી સેફ્ટી માટે પણ ફોનનું ચાર્જર બેગમાં મુકવુ ખૂબ જરૂરી છે. એવામાં તમે ઓફિસથી દૂર જાવો છો તો ખાસ કરીને ચાર્જરની ઘણી વાર ઇમરજન્સીમાં જરૂર પડે છે. આ માટે હંમેશા હેન્ડ બેગમાં ચાર્જર મુકો. ક્યારેક ફોન સ્વિચ ફોન થઇ જાય ત્યારે ચાર્જરની ખાસ જરૂર પડતી હોય છે. (Image-Canva)
કેશ રાખવાનું ભૂલશો નહીં: તમે ડિઝિટલ લાઇફ સ્ટાઇલ જીવી રહ્યા છો તો પણ હંમેશા પર્સમાં કેશ રાખવાની આદત પાડો. આજનાં આ સમયમાં અનેક લોકો ઓનલાઇન પેમેન્ટ કરવાનું પસંદ કરતા હોય છે. જો કે વર્કિંગ વુમન્સે ખાસ કરીને બેગમાં કેશ રાખવી જોઇએ. ટ્રાવેલિંગ અને બાખીની જરૂરિયાત સમયે બેગમાં કેશ રાખો છો તો તમને અનેક સમયે કામમાં આવે છે. (Image-Canva)