શિયાળાની ઋતુ (Winter Season)માં મોટા ભાગના લોકો ડલ (Dull) અને સૂકી ત્વચા (Dry Skin)ની સમસ્યાથી પરેશાન હોય છે. ઠંડી હવાઓના કારણ ત્વચાની કોમળતા (Skin Softness) જાણે ક્યાંક ખોવાઇ જાય છે. દિવસભર શિયાળાની ઋતુમાં ઘરની બહાર રહેવાથી પણ ત્વચા ડલ થઇ જાય છે. ધૂળ-માટી, પ્રદૂષણ, સૂરજની કિરણોનો પણ સ્કીન પર નકારાત્મક પ્રભાવ પડે છે.
એવામાં રાત્રે સૂતા પહેલા ત્વચાનો ખાસ ખ્યાલ (Skincare) રાખવો ખૂબ જરૂરી છે. તેના માટે તમે વિંટર સ્કિન કેર ટિપ્સ (Winter Skincare Tips) અજમાવી શકો છો. બ્રોડ-સ્પેક્ટ્રમ સનસ્ક્રીન અને સારા અલ્ટ્રા-હાઈડ્રેટિંગ મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરવા ઉપરાંત, આપણે આપણા નાઈટ સ્કિનકેર રૂટીન (Night Skinecare Routine)ને પણ ખાસ બનાવવું જોઈએ.
- મિલ્ક ક્લીંઝર અથવા દૂધથી ચહેરો સાફ કરો- દૂધ એક અદ્ભુત ક્લીંઝર છે. તેમાં લેક્ટિક એસિડ હોય છે જે સારા ક્લીંઝર તરીકે કામ કરે છે. તમે મેકઅપને દૂર કરવા માટે મિલ્ક ક્લીંઝર ખરીદી શકો છો અને સૂતા પહેલા ચહેરાને સાફ કરી શકો છો. તે તમારા ચહેરા પરથી તમામ કચરો દૂર કરી દેશે અને ત્વચાને કોમળ અને ફ્રેશ બનાવશે. તમે દૂધનો પણ ઉપયોગ કરી શકો છો. થોડું દૂધ લો અને તેનાથી તમારો ચહેરો સાફ કરો. અથવા તેમાં થોડો ચણાનો લોટ ઉમેરી ચહેરો સાફ કરો.
- ત્વચાને એક્સ્ફોલિએટ કરો- ડલ અને સૂકી ત્વચાને દૂર કરવા માટે શિયાળામાં એક્સ્ફોલિયેશન પણ મહત્વપૂર્ણ છે. પરંતુ યાદ રાખો કે શિયાળામાં અને વૈકલ્પિક દિવસોમાં હળવા એક્સ્ફોલિયેશનની મદદ લેવી. આ માટે તમે તેમાં નાળિયેર તેલ અથવા દૂધમાં ઓટ્સ અથવા કોફીનો ઉમરીને હળવા સ્ક્રબ અથવા હોમમેઇડ સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો
- સપ્તામાં એકવાર ફેસ માસ્ક- શિયાળુ હાઇડ્રેટિંગ ફેસ માસ્ક તમારી ત્વચાને નવજીવન આપી શકે છે. તમે આ માસ્કને અઠવાડિયામાં એક અથવા બે વાર લગાવી શકો છો. તમે છૂંદેલા કેળા, 1 ચમચી મધ અને દહીં અને બદામના તેલના થોડા ટીપાં મિક્સ કરીને તેને ચહેરા પર લગાવી શકો છો. સૂકાઇ ગયા બાદ હુંફાળા અથવા સાદા પાણી વડે ચહેરો સાફ કરી લો. ત્યાર બાદ મોશ્ચરાઇઝર જરૂર લગાવો.